બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સિંહોના હુમલા બાદ સરકાર એક્શનમાં, દાતારમાં નવા 25 ટ્રેકરો રખાશે, વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી આ જાહેરાત

ગાંધીનગર / સિંહોના હુમલા બાદ સરકાર એક્શનમાં, દાતારમાં નવા 25 ટ્રેકરો રખાશે, વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી આ જાહેરાત

Vishal Khamar

Last Updated: 07:50 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવ પર સિંહોના હુમલા મુદ્દે વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં દાતારના સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેક્ટરો રાખવામાં આવશે. તેમજ ગિરનાર આવતાં યાત્રાળુઓની સંખ્યા મુદ્દે SOP પણ નક્કી કરાશે.

જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે સંદર્ભે ગહન ચર્ચા કરી કેટલા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા .

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, તાજેતરમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં દુ:ખદ ઘટના બની હતી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા કેટલાક પગલાઓ લેવાનું નક્કી કર્યું છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી પ્રતિસાદ અને આંતરવિભાગીય સંકલન માટે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી તેનો અમલ કરવામાં આવશે,’’.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે. વળી, સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગનાં 25 ટ્રેકર કાયમી વોચ રાખશે

ગિરનાર પર્વત પર આવતા યાત્રાળુઓની સુરક્ષા સંદર્ભે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં માર્ગદર્શન, સૂચનાઓ અને સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ હાઈ લેવલ બેઠક, આરોગ્ય મંત્રીના કડક નિર્દેશ

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girnar lion attack Junagadh news Girnar wildlife sanctuary
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ