બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:07 PM, 13 July 2026
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનરાશિ સાથે જોડાયેલા ચોરીના આરોપો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેસની સુનાવણી દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે. કોર્ટે તપાસ કરી રહેલી SITને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આગામી સોમવારે થનારી સુનાવણી દરમિયાન તપાસમાં અત્યાર સુધી શું અપડેટ આવ્યા છે તેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથે જ તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT)ને તપાસની હાલની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી. તેમની સાથે જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહના પણ હાજર હતા. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે રચેલી SIT તપાસની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી રજૂ કરે. કોર્ટે તપાસ ટીમની રચના ક્યારે થઈ અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતો પણ માંગેલી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે કેસની તપાસ માટે SITની રચના કરી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે SITને તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો. અદાલતે સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણી વખતે તપાસની પ્રગતિ અને અત્યાર સુધી મળેલા પુરાવા અંગેની માહિતી રજૂ કરવી પડશે. આ રિપોર્ટના આધારે કોર્ટ આગળની કાર્યવાહી નક્કી કરશે.
ADVERTISEMENT
કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે તેઓ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર છે. કોર્ટે પૂછ્યું કે શું તેઓ કેન્દ્ર સરકાર તરફથી પણ નોટિસ સ્વીકારશે જેના જવાબમાં તેમણે સંમતિ વ્યક્ત કરી હતી. પછી કોર્ટે સ્પષ્ટતા કરી કે હાલના તબક્કે માત્ર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જ નોટિસ મોકલવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને અલગથી કોઈ નોટિસ આપવામાં આવી નથી.
ADVERTISEMENT
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર બંને આ મામલે અદાલતને જરૂરી સહયોગ આપશે. તપાસ અને કાનૂની પ્રક્રિયામાં જે પણ માહિતીની જરૂર પડશે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિવેદન બાદ કોર્ટે આગામી સુનાવણી માટે તારીખ નક્કી કરી અને SITને અહેવાલ તૈયાર રાખવા જણાવ્યું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રામ મંદિર ચોરી કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, અરજીઓ પર આવશે મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી આવતા સોમવારે રાખી છે. તે પહેલાં SITએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. હવે સૌની નજર આગામી સુનાવણી પર છે જ્યાં તપાસની દિશા અને અત્યાર સુધીના તારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. રામ મંદિર સાથે જોડાયેલ આ કેસ પર દેશભરના લોકોની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.