બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખાનગી સ્પોર્ટ્સ ફેસિલિટીનો ધમધમાટ,ખુલ્લી જગ્યા ઘટતાં બાળકો-યુવાનો માટે રમવું પડકારરૂપ

ગુજરાત / ખાનગી સ્પોર્ટ્સ ફેસિલિટીનો ધમધમાટ,ખુલ્લી જગ્યા ઘટતાં બાળકો-યુવાનો માટે રમવું પડકારરૂપ

Nidhi Panchal

Last Updated: 02:27 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ખુલ્લાં મેદાનો સતત ઘટતાં બાળકો અને યુવાનો માટે રમતગમતની તકો સીમિત બનતી જઈ રહી છે. જાહેર મેદાનોની અછત વચ્ચે ખાનગી સ્પોર્ટ્સ ફેસિલિટીઓ પર નિર્ભરતા વધી રહી છે, જેના કારણે રમત હવે ખર્ચાળ બની રહી છે.

એક સમયે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે સરળતાથી ઉપલબ્ધ ખુલ્લા મેદાનો હવે ક્યાંક વિકાસની ભેટ ચડી રહ્યાં છે તો ક્યાંક સિમેન્ટનાં જંગલમાં ખોવાઈ રહ્યાં છે. પરિણામે અમદાવાદીઓ માટે રમતગમતની સુવિધાઓ મેળવવા ખાનગી સ્પોર્ટ્સ ફેસિલિટી પર નિર્ભરતા વધી રહી છે. માણેકબાગ-શ્યામલ ક્રોસ રોડ પાસેનાં ખુલ્લાં મેદાનો તેનું ઉદાહરણ છે. અહીં વર્ષોથી ક્રિકેટ રમતાં બાળકો અને યુવાનો માટેનાં મેદાન હવે વિકાસ માટે દૂર થઈ રહ્યાં છે. શહેરી આયોજન નિષ્ણાતોના મતે, સિમેન્ટનાં વધતાંં વિસ્તરણ વચ્ચે ખુલ્લી જગ્યાઓ ઘટી રહી છે અને તેની ખોટ ખાનગી સ્પોર્ટ્સ સેન્ટરો પૂરી કરી રહ્યા છે.

Sports free tickets

અમદાવાદમાં 201 સ્પોર્ટ્સ સુવિધાઃ 137 ખાનગી

સીઈપીટી યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ અમદાવાદમાં કુલ 201 સ્પોર્ટ્સ સુવિધાઓનું મેપિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 64 સુવિધા એએમસી સંચાલિત છે, જ્યારે 137 ખાનગી સ્પોર્ટ્સ ફેસિલિટી છે. અભ્યાસ મુજબ, પશ્ચિમ અમદાવાદમાં જાહેર અને ખાનગી રમતગમત સુવિધાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. અમદાવાદીઓ રમતગમતની સુવિધા સુધી પહોંચવા માટે સરેરાશ 24 મિનિટનો સમય ખર્ચે છે. તેમાં સૌથી ઓછો સમય બે મિનિટ અને સૌથી વધુ 95 મિનિટ સુધીનો છે.

લગભગ ત્રણ કિમી મુસાફરી

સરેરાશ નાગરિકો એએમસીની રમતગમત સુવિધા સુધી પહોંચવા માટે લગભગ ત્રણ કિમી મુસાફરી કરે છે. જોકે, 45 ટકા પરિવારોને નજીકમાં રમતગમતની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં માત્ર 27 ટકા લોકો તેનો ઉપયોગ કરે છે. ખાનગી સ્પોર્ટ્સ ફેસિલિટીમાં રમવા માટે લોકો સામાન્ય રીતે રૂ. 600થી રૂ. 1000 સુધીનો ખર્ચ કરે છે.

આ પણ વાંચો : દારૂની પાંચ મોટી કાર્યવાહીમાં રૂ 13.82 લાખનો માલ ઝડપાયો, એક પણ આરોપી હાથ ના લાગ્યો

બાળકો માટે ખુલ્લી જગ્યાની જરૂર

અભ્યાસમાં સૂચવાયું છે કે 10 હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં એક નેબરહૂડ પ્લે એરિયા, એક લાખની વસ્તી માટે કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, પાંચ લાખની વસ્તી માટે ઝોનલ સ્પોર્ટ્સ સેન્ટર અને 10 લાખની વસ્તી માટે સિટી સ્પોર્ટ્સ સેન્ટર હોવું જોઈએ. સ્થાનિક સ્તરે ઓછામાં ઓછી ૫૦૦ ચોરસ મીટર ખુલ્લી જગ્યા, જેમાં રમતનું મેદાન અને બેસવાની વ્યવસ્થા હોય તેવી ભલામણ કરવામાં આવી છે. અભ્યાસમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, ફૂટબોલ સહિતની 16 જેટલી રમત માટે સુવિધા ઊભી કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Sports Open Grounds Private Sports Facility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ