બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દારૂની પાંચ મોટી કાર્યવાહીમાં રૂ 13.82 લાખનો માલ ઝડપાયો, એક પણ આરોપી હાથ ના લાગ્યો
Last Updated: 02:19 PM, 13 July 2026
અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂબંધીના કેસોમાં પોલીસની કાર્યવાહી દરમિયાન એકસરખી જ પેટર્ન સામે આવી રહી છે. છેલ્લા બે મહિનામાં પોલીસે દારૂના પાંચ મોટા કેસમાં રૂ. ૧૩.૮૨ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે એક પણ આરોપીની ધરપકડ થઈ શકી નથી.
ADVERTISEMENT

એફઆઈઆરમાં નોંધાયેલી વિગતોના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે દરેક કેસમાં પોલીસની કહાણી લગભગ એકસરખી છે. ક્યાંક અંધારાનો લાભ લઈને તો ક્યાંક નજીકની ઝાડીઓમાંથી પસાર થઈને બુટલેગર્સ ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું છે. ચાલુ વાહનોમાં દારૂની હેરાફેરીના કેસોમાં પોલીસે જણાવ્યું હતું કે પીછો કર્યા બાદ વાહનચાલક વાહન છોડીને પગપાળા ભાગી ગયો હતો. જ્યારે પાર્ક કરાયેલાં વાહનોમાંથી દારૂ મળ્યો હોય તેવા કેસોમાં ચોક્કસ બાતમીના આધારે વાહન શોધી કાઢ્યું, પરંતુ તેમાં કોઈ વ્યક્તિ મળી ન હોવાનું નોંધાયું છે.
ADVERTISEMENT
ગાંધીનગર જિલ્લાના રણાસણ ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ મોટી કાર્યવાહી કરી હતી. એસયુવીમાંથી ૨,૬૦૦થી વધુ દારૂની બોટલ મળી હતી. એફઆઈઆર મુજબ પીછા દરમિયાન ચાલકે કેનાલ પાસે વાહન છોડ્યું અને અંધારાનો લાભ લઈ તે ઝાડીઓમાં ભાગી ગયો હતો. બીજા જ દિવસે અડાલજ વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે એસયુવીચાલકે રોકાવાના સંકેતો અવગણીને ઝડપ વધારી હતી અને વૈષ્ણોદેવી નજીક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. ૪ જુલાઈની રાતે થોળ વિસ્તારમાં દારૂ ભરેલી એસયુવીનો પીછો કરતી વખતે વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું. ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાનો લાભ લઈ તેમાં બેઠેલા બે લોકો ઝાડીઓમાં ભાગી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
સાબરમતી રેલવે પોલીસે ખોડિયાર રેલવે સ્ટેશન પાસે દરોડા દરમિયાન દારૂ વેચતી શંકાસ્પદ વ્યક્તિને જોઈ હતી, પરંતુ તે વ્યક્તિ પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગઈ હતી. સાંતેજ પોલીસે પીછો કર્યા બાદ કિયા સેલ્ટોસ કાર ડિવાઇડર સાથે અથડાઈ હોવાનું જણાવ્યું હતું. કારમાં બેઠેલી બંને વ્યક્તિ ભારે વરસાદ અને અંધારાનો લાભ લઈને નજીકની ઝાડીઓમાં ભાગી ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસે થલતેજ નજીક નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ આઈ-૧૦ કારમાંથી દારૂ ઝડપી લીધો હતો. કાર લોક હતી અને તેમાં કોઈ વ્યક્તિ મળી આવી નહોતી. આ કેસમાં કાર માલિક સામે એફઆઈઆર નોંધાઈ છે. પોલીસનું કહેવું છે કે હાલ વાહનના રજિસ્ટ્રેશન નંબર, અન્ય પુરાવા અને તપાસના આધારે દારૂના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આવા કેસો પોલીસની ડિટેક્શન કામગીરીમાં સામેલ થાય છે. આરોપીઓની બાદમાં વાહન માલિકી અને તપાસ દરમિયાન મળતા પુરાવાના આધારે ધરપકડ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.