બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: ભારતે જીત્યો ટૉસ, પહેલાં કરશે બોલિંગ, ટીમ ઈન્ડિયા ટ્રાફિકમાં ફસાઈ હોવાથી મોડી શરૂ થઈ મેચ

ક્રિકેટ / IND vs ENG: ભારતે જીત્યો ટૉસ, પહેલાં કરશે બોલિંગ, ટીમ ઈન્ડિયા ટ્રાફિકમાં ફસાઈ હોવાથી મોડી શરૂ થઈ મેચ

Kalpesh Kandoria

Last Updated: 07:35 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સતત સાતમી વખત ટૉસ જીતનાર શ્રેયસની આગેવાનીમાં ભારત સિરીઝનો અંત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન તરીકે શ્રેયસની આ સતત સાતમી ટૉસ જીત છે. મેચ પહેલા ભારતીય ટીમ ટ્રાફિક જામમાં ફસાઈ જતાં ટૉસ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો.

આ સિરીઝમાં ઇંગ્લેન્ડે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરતાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી, જ્યારે ત્યારબાદ રમાયેલી ત્રણેય મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી.

ભારતીય ટીમ માટે આ મુકાબલો પ્રતિષ્ઠાનો બની ગયો છે. 8 માર્ચ 2026ના રોજ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત હજુ સુધી એકપણ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી શક્યું નથી અને સતત છ મેચથી જીતની રાહ જોઈ રહ્યું છે. જો ભારત આ મેચ પણ હારી જશે તો તેના ઇતિહાસમાં પહેલીવાર ત્રણ કે તેથી વધુ મેચોની T20 સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડશે.

બીજી તરફ, ઇંગ્લેન્ડ માટે પણ આ મેચ ખાસ મહત્વની છે. જીત સાથે ઇંગ્લિશ ટીમ T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતને પાછળ છોડી નંબર-1 સ્થાન હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો- નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના

કેપ્ટન શ્રેયસ અય્યર માટે પણ આ મેચ મહત્વપૂર્ણ છે. કેપ્ટન તરીકે તેણે હજુ સુધી એકપણ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જીત મેળવી નથી. જોકે, ચાલુ સિરીઝમાં તેણે બેટિંગમાં સારી લય બતાવી છે. તેણે બે અડધી સદી ફટકારી છે, જેમાં છેલ્લી મેચમાં 49 બોલમાં અણનમ 80 રનની શાનદાર ઇનિંગ્સ પણ સામેલ છે. હવે ભારતીય ટીમ અને કેપ્ટન શ્રેયસ અય્યર બંને સિરીઝનો અંત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs ENG Toss IND vs ENG India vs England 5th T20I
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ