બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / આ એક નિર્ણયથી નારાજ થયા ગુજરાતના શિક્ષકો, ગાંધીનગરમાં ધરણાં પર બેઠા, મુખ્યમંત્રીને કરશે રજૂઆત
Last Updated: 07:10 PM, 11 July 2026
રાજ્ય સરકાર દ્વારા TET પરીક્ષા ફરજિયાત પાસ કરવા સંબંધિત જાહેર કરાયેલા પરિપત્રને લઈને પ્રાથમિક શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT

70 હજાર શિક્ષકોને સીધી અસર થઈ શકે
ADVERTISEMENT
શિક્ષકોનું કહેવું છે કે TET પરીક્ષા ફરજિયાત બનાવતા પરિપત્રથી રાજ્યના આશરે 70 હજાર શિક્ષકોને સીધી અસર થઈ શકે છે. સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ, વર્ષોથી સેવા આપતા શિક્ષકો માટે આ પ્રકારની નવી શરત લાગુ કરવી યોગ્ય નથી અને સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર કરે તેવી માંગ કરવામાં આવી છે.

ADVERTISEMENT
પરિપત્ર પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર
વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ પરિપત્ર પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા ભુક્કાં બોલાવશે, બસ તારીખો નોંધી લેજો
ADVERTISEMENT
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે
આ મુદ્દે આગામી 13 જુલાઈએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. શિક્ષક સંઘે જણાવ્યું છે કે રજૂઆત દરમિયાન પરિપત્રથી ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરીને શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.