બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઢાકામાં ભારતનો ખોટો નકશો દેખાતા તરત જ રોકી સ્પીચ, કર્યો વિરોધ, જાણો કોણ છે પૂજા કુમારી ઝા

નેશનલ / ઢાકામાં ભારતનો ખોટો નકશો દેખાતા તરત જ રોકી સ્પીચ, કર્યો વિરોધ, જાણો કોણ છે પૂજા કુમારી ઝા

Nirav Kumar

Last Updated: 05:26 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કાશ્મીરનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ઢાકામાં IFS અધિકારી પૂજા ઝાએ ભારતનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હતો. કેમ કે એક સ્લાઈડમાં કાશ્મીરને ભારતને અલગ બતાવવામાં આવ્યું હતું.

ઢાકામાં બાંગ્લાદેશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (BIISS)માં એક સેમિનારમાં સ્ક્રીન પર જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ દર્શાવતો નકશો પ્રદર્શિત કરવામાં આવતા IFS અધિકારી પૂજા ઝાએ ભારતનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હતો. તેમના આ ક્વિક રીએક્શનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. જેમાં હવે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, પૂજા કુમારી ઝા કોણ છે? જેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો પક્ષ રજૂ કર્યો?

  • ઢાકામાં જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ બતાવાયુ

ઢાકામાં બાંગ્લાદેશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (BIISS) એ "રીબિલ્ડીંગ ટ્રસ્ટ, રિન્યુઇન્ગ રીઝનલ ઇન્ટીગ્રેશન : પાથવેઝ ફોર રીવાઈટલાઈજીંગ સાર્ક" વિષય પર એક સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બાંગ્લાદેશના પૂર્વ હાઈ કમિશનર અહેમદ તારિક કરીમ બોલી રહ્યા હતા. જેમાં તેમની સ્લાઇડ્સમાં ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો હતો જેમાં જમ્મુ અને કાશ્મીરને ભારતથી બાકાત રાખવામાં આવ્યું હતું.

જેમાં આ સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી પૂજા કુમારી ઝાએ તરત જ વાંધો ઉઠાવ્યો. જેમાં તેમને જણાવ્યું કે અહીં દર્શાવેલ ભારતનો નકશો ખોટો છે અને જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. જેથી અહેમદ તારિક કરીમે સ્પષ્ટતા કરી કે નકશાનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિ હેતુ માટે કરવામાં આવ્યો હતો અને તેનો કોઈ સરહદ સાથે કોઈ સંબંધ નથી. પણ પૂજા ઝાએ ભારતના ઓફીશીયલ સ્ટેન્ડને પુનરાવર્તિત કરતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે અને તેથી તેના પર ધ્યાન દોરવું જરૂરી છે.

  • કોણ છે IFS પૂજા કુમારી ઝા?

પૂજા કુમારી ઝા IFS અધિકારી છે. તેમને વર્ષ 2022 સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ફર્સ્ટ ટ્રાયમાં AIR 82 મેળવ્યું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. હાલમાં તેઓ ઢાકાના ભારતીય હાઈ કમિશનમાં સેકન્ડ સેક્રેટરી તરીકે સર્વિસ આપે છે. પૂજા કુમારી ઝાની સફળતાની વાર્તા આજના યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક માનવામાં આવે છે.

પૂજા કુમારી ઝાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેમનું બાળપણ આર્થિક પડકારો વચ્ચે વિત્યું હતું. તે તેમના પરિવારમાં સૌથી નાની છે. લીમીટેડ સંસાધનો હોવા છતાં તેને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને સિવિલ સર્વિસમાં જોડાવાનું લક્ષ્ય બનાવ્યું હતું. પૂજા કુમારી ઝાએ પોતાના પહેલા પ્રયાસમાં જ UPSC પાસ કરી હતી ભારતીય ફોરેન સર્વિસમાં સ્થાન મેળવ્યું હતું.

  • પૂજા કુમારી ચર્ચામાં કેમ ?

ઢાકામાં ખોટા નકશા પર વાંધો ઉઠાવ્યા બાદ પૂજા કુમારી ઝા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જેમાં એક યુવાન ભારતીય ફોરેન સર્વિસ અધિકારી તરીકે તેને જે આત્મવિશ્વાસ સાથે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો તેનાથી તે ચર્ચામાં આવી છે. ઢાકામાં ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારતનું ઓફીશીયલ સ્ટેન્ડ સ્પષ્ટ કરીને પૂજા કુમારી ઝા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

વધુ વાંચો : સુપર ટાઈફૂન 'બાવી' ભારત માટે પણ બનશે ખતરો? ચીન, તાઈવાન, જાપાનમાં હાઈ એલર્ટ

  • જમ્મુ અને કાશ્મીર પર ભારતનું ઓફીશીયલ સ્ટેન્ડ

ભારતે ઇન્ટરનેશનલમંચ પર ખોટા નકશા સામે સતત પોતાનો સખત વ્યક્ત કર્યો છે. જેમાં વારંવાર જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો જાહેર કર્યા છે. આ સિવાય ભારત PoKને પણ તેના પ્રદેશનો ભાગ માને છે અને પાકિસ્તાનને તે વિસ્તાર ખાલી કરવાની માંગ કરી છે. જેમાં ભારત આ મુદ્દા પર કોઈપણ થર્ડ પાર્ટી તરફથી મધ્યસ્થી સ્વીકારતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IFS officer Kashmir issue Pooja Jha
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ