ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારો નક્કી! ગૌતમ ગંભીરના બે સાથીની થઇ શકે છે વિદાય, એક્શનમાં BCCI

ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારો નક્કી! ગૌતમ ગંભીરના બે સાથીની થઇ શકે છે વિદાય, એક્શનમાં BCCI

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:47 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ગૌતમ ગંભીરના બે સાથી ખેલાડીઓ ટીમ ઈન્ડિયાથી અલગ થઇ શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એક સભ્ય આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેમની સાથે જોડાશે.

ADVERTISEMENT

Cricket News: ગૌતમ ગંભીરના બે સાથી ખેલાડીઓ ટીમ ઈન્ડિયાથી અલગ થઇ શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એક સભ્ય આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેમની સાથે જોડાશે.

ભારતીય ક્રિકેટ ટીમના તાજેતરના પ્રદર્શન પર અનેક સવાલો થઇ રહ્યા છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસો પર છ મેચ રમ્યા છતાં જીતી ના શક્યા. દરમિયાન કોચિંગ સ્ટાફમાં ફેરફારના સમાચાર સામે આવ્યા છે. વાત માનીએ તો ગૌતમ ગંભીરના બે સાથી ખેલાડીઓ ટીમથી અલગ થઇ શકે છે. કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવો દાવો કરવામાં આવ્યો છે કે એક સભ્ય આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેની સાથે જોડાશે. બીજા સભ્યના જવાની અફવાઓ પણ છે.

બે સભ્યો ટીમ છોડી શકે છે

સપોર્ટ સ્ટાફે બીસીસીઆઇ સાથે 2+1 વર્ષનો કરાર કર્યો છે. આનો અર્થ એ છે કે શરૂઆતના બે વર્ષ પછી જો બીસીસીઆઇ અને કોચ બંને ઈચ્છે તો કરાર એક વર્ષ માટે લંબાવી શકાય છે. જો કે અહેવાલ છે કે સપોર્ટ સ્ટાફમાંથી ઓછામાં ઓછા એક કોચે પહેલાથી જ વિશ્વભરના ઘણા દેશોમાં હાજરી ધરાવતી આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.

એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં તે ફ્રેન્ચાઇઝમાં જોડાઈ શકે છે. વધુમાં એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સપોર્ટ સ્ટાફનો બીજો સભ્ય પણ ટીમ ઈન્ડિયા છોડીને કોઇ નવી ભૂમિકા નિભાવી શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / જો શ્રેયસ અય્યર પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ, તો આ 5 ખેલાડીઓમાંથી કોઇ એકને મળી શકે જવાબદારી

કોચ અને પસંદગીકારો વચ્ચે મતભેદો

રિપોર્ટ્સમાં કોચ અને પસંદગીકારો વચ્ચે મતભેદોની વાતો ચર્ચાઇ રહી છે. આની શરૂઆત તાજેતરના પ્રદર્શનથી નહીં, પરંતુ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ થઇ હતી. ગૌતમ ગંભીરે શ્રીલંકા સામેના પ્રવાસ દરમિયાન ટી20 વર્લ્ડ કપ 2024 પછી જવાબદારી સંભાળી હતી, જ્યાં ભારતે વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે પહેલીવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતીને મોટો ઝટકો આપ્યો. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ ગુમાવી હતી. ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, એશિયા કપ 2025 અને ટી20 વર્લ્ડ કપ 2026 જીત્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Gambhir BCCI Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ