ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંકટમાં રશિયા બન્યું ઢાલ, ક્રૂડ ઓઇલની ખરીદીમાં બનાવ્યો રેકોર્ડ

બિઝનેસ / સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંકટમાં રશિયા બન્યું ઢાલ, ક્રૂડ ઓઇલની ખરીદીમાં બનાવ્યો રેકોર્ડ

Published By: Nirav Kumar

Last Updated: 04:04 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન કોન્ફ્લીક્ટ દરમિયાન ભારતે રશિયા પાસેથી ખુબ ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. જેમાં ભારતે જૂન 2026 માં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની રેકોર્ડ ખરીદી કરી છે.

ADVERTISEMENT

ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાથી ઓઈલ અંગે ચિંતાઓ વધી છે. પરંતુ ભારતે રશિયા સાથે મળીને એક અલગ રણનીતિ અપનાવી છે. જેમાં ભારતે જૂન 2026 માં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની રેકોર્ડ ખરીદી કરી હતી, જેમાં મે મહિનાની સરખામણીમાં જૂનમાં રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં 34%નો વધારો થયો હતો. તેમ છતાં વધુ તેલ વેચવા છતાં રશિયાના ઓઈલની આવકમાં ઘટાડો થયો છે.

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) ના રિપોર્ટ અનુસાર, ભારતે જૂનમાં રશિયા પાસેથી આશરે 4.5 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. રશિયા પાસેથી ભારતની કુલ ક્રુડ ઓઈલની આયાત 5.5 અબજ યુરો હતી, જેમાં આ ખરીદીમાં એકલા ક્રૂડ ઓઇલનો હિસ્સો આશરે 83% હતો. આ ખરીદી સાથે ભારત ચીન બાદ રશિયા પાસેથી ઓઈલ અને ક્રુડ ઓઈલનો વિશ્વનો બીજો સૌથી મોટો ખરીદનાર દેશ બન્યો છે.

આ રિપોર્ટ મુજબ , જૂનમાં ભારતની કુલ ક્રૂડ ઓઇલની આયાતમાં પણ 5.4%નો વધારો થયો છે. જેમાં ભારતની ઘણી મોટી રિફાઇનરીઓએ રશિયા પાસેથી તેમની ઓઈલ ખરીદીમાં મોટો વધારો કર્યો છે.

  • આ કંપનીઓએ વધાર્યો ઈમ્પોર્ટ

આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીને રશિયાનો ક્રૂડ ઓઇલ સપ્લાય 150% વધ્યો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની પારાદીપ રિફાઇનરીમાં ઈમ્પોર્ટ 126% વધી છે. જેમાં BPCLની કોચી રિફાઇનરીમાં 83% વધારો જોવા મળ્યો. તો નાંયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદીમાં 45% વધારો જોવા મળ્યો.

  • ભારતની બીજા દેશોમાં એક્સપોર્ટ

એક્સપોર્ટ ની દ્રષ્ટિએ ભારતની વધેલી ખરીદીથી રશિયાને ફાયદો થયો છે. જૂનમાં રશિયાની ક્રૂડ ઓઇલ નિકાસ 14% વધી હતી. પરંતુ ઇન્ટરનેશનલ ઓઈલના નીચા ભાવને કારણે તેની કમાણી 8% ઘટીને 348 મિલિયન યુરો પ્રતિ દિવસ થઈ ગઈ છે.

વધુ વાંચો : ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?

આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ભારત માત્ર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું નથી પરંતુ તેને રિફાઇન કરીને બીજા અનેક દેશોમાં નિકાસ પણ કરી રહ્યું છે. ભારત, તુર્કી, બ્રુનેઈ અને જ્યોર્જિયામાં રિફાઇનરીઓએ જૂનમાં રશિયન ક્રૂડમાંથી બનેલા પેટ્રોલિયમ પ્રોડક્ટ એવા દેશોમાં એક્સપોર્ટ કર્યા જેમને રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, જેમાં યુરોપિયન યુનિયન (EU), યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India purchased oil imports Russian oil

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ