બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મહિનાઓ સુધી પીડા સહન કરતી રહી શમિતા શેટ્ટી, હવે જણાવી પોતાની આપવીતી

photo-story

5 ફોટો ગેલેરી

બોલિવૂડ / મહિનાઓ સુધી પીડા સહન કરતી રહી શમિતા શેટ્ટી, હવે જણાવી પોતાની આપવીતી

Last Updated: 11:11 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ તેની એન્ડોમેટ્રિઓસિસ બીમારી વિષે એક શોમાં ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું કે ,કેવી રીતે શરૂઆતની ચેકઅપમાં પણ તેની જાણ નહતી થઇ.

1/5

photoStories-logo

1. શમિતા શેટ્ટી

એક્ટ્રેસ અને લેખક સોહા અલી ખાનના શો 'ઓલ અબાઉટ હર'ના 10 જુલાઈના એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ એન્ડોમેટ્રિઓસિસ સાથેના તેના મુશ્કેલ લડાઈ વિશે ખુલાસો કર્યો છે. જેમાં તેને સમજાવ્યું કે કેમ આ ગંભીર બીમારીનું વારંવાર ખોટું નિદાન થાય છે અને લાખો મહિલાઓ તેની સાથે કેવી રીતે ચુપચાપ સંઘર્ષ કરી શકે છે. શમિતા માટે યોગ્ય નિદાન શોધવાની સફર અને મેડીકલ ભૂલોનો મુશ્કેલ સમય હતો. જેમાં સોહાએ પૂછ્યું કે, 'તમે સાચુ કારણ જાણવા પહેલા તમે કેટલા સમયથી પીડામાં હતા?' જેમાં શમિતાએ સ્વીકાર્યું કે સામાન્ય મેડીકલ તપાસમાં અસલી સમસ્યા શોધી શકાઈ નહતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શમિતાએ પોતાના હેલ્થ વિશે કરી વાત

શમિતાએ કહ્યું, "મને લાગે છે કે મારા કિસ્સામાં મેં તેને લાંબા સમય સુધી ખેંચ્યું હતું કેમ કે મને શરૂઆતમાં યોગ્ય બીમારીનું નિદાન થયું ન હતું. જ્યારે પણ મને અમુક લક્ષણો દેખાતા ત્યારે હું મારી જાતને કહેતી કે કદાચ આ સામાન્ય છે. જ્યારે હું આ ચિંતાઓ સાથે પ્રથમ વખત મારા ગાઈનેકોલોજીસ્ટ પાસે ગઈ ત્યારે તેને તમામ નિયમિત ટેસ્ટ, પેપ સ્મીયર અને બાકીનું બધું જ કરાવ્યું. બધા રિપોર્ટ સાધારણ આવે તે સુનિશ્ચિત કરવા માટે વધુ ચેકઅપ કરાયું હતું. બધા રીપોર્ટ નોર્મલ આવતા તેઓએ વિચાર્યું કે બધું બરાબર છે."

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લક્ષણો પાછા આવ્યા

"આથી જ્યારે પણ લક્ષણો પાછા આવ્યા ત્યારે મેં વિચાર્યું કે 'છેલ્લી વખતે કંઈ નહોતું, તેથી કદાચ આ પણ સામાન્ય છે. કદાચ આ એક સ્ત્રી હોવાનો હિસ્સો છે.' તમે સાચું કહ્યું તેમ અમે ખરેખર અનુભવેલી પીડા વ્યક્ત કરતા નથી. ઘણી બધી બાબતો જેમ કે તે પીરિયડમાં દુખાવો હોય કે પછી આપણા હોર્મોન્સ સંબંધિત કંઈપણ, સ્ત્રીઓ માટે સામાન્ય માનવામાં આવે છે. અને તેમની સાથે રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પીડા સહન કરી

આગળ શમિતાએ સમજાવ્યું કે આખરે આ બીમારી એટલી બગડી કે તે પછી તેને અવગણી શકી નહીં. શમિતાએ કહ્યું, "મારા માટે સર્જરીના લગભગ છથી આઠ મહિના પહેલા પીડાની તીવ્રતા ખરેખર વધી ગઈ હતી. તે પહેલાં તે એટલી ગંભીર ન હતી. હું એવી વ્યક્તિ છું જે ખૂબ પીડા સહન કરી શકે છે. મેં વર્ષોથી ઘણી ઇજાઓ સહન કરી છે આથી પીડા હોવા છતાં હું કામ કરતી રહી છું. પરંતુ જ્યારે દુખાવો મને જગાવા લાગ્યો ત્યારે મને સમજાયું કે મારા શરીરમાં કંઈક ખોટું છે. આથી મને તેનું કારણ જાણવું જરૂરી હતું."

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પેરીમેનોપોઝનો હિસ્સો લાગ્યો

"બીમારીની જાણ થતા બીજી મૂંઝવણ એ હકીકતને કારણે વધી ગઈ હતી કે તેના ગંભીર લક્ષણોની શરૂઆત બીજા મોટા હોર્મોનલ ફેરફાર સાથે થઇ હતી". શમિતા સ્વીકારે છે, "હું ખૂબ જ મૂંઝવણમાં હતી કેમ કે આ બધું તે જ સમયે થઈ રહ્યું હતું જ્યારે હું પેરીમેનોપોઝ વિશે શીખી રહી હતી. મારા હોર્મોન્સ સાથે પહેલેથી જ ઘણું બધું ચાલી રહ્યું હતું આથી મને ખાતરી નહોતી કે હું જે અનુભવી રહી છું તે પેરીમેનોપોઝનો હિસ્સો છે કે બીજું કંઈક કે બીજી તે ગડબડ છે."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shamita Shetty Soha Ali Khan Endometriosis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ