બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રેમસંબંધમાં પતિ બન્યો નડતર, પત્નીએ રચ્યો હત્યાનો ખેલ, 3ની ધરપકડ, થરાદનો બનાવ
Last Updated: 09:27 PM, 11 July 2026
વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામમાં બનેલી હત્યાની ઘટનાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીના આડા સંબંધમાં પતિ અડચણરૂપ બનતા પ્રેમી અને તેના સાગરીતો સાથે મળી પતિની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્નીના પ્રેમસંબંધમાં પતિ અડચણરૂપ બનતા કાવતરું રચી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

ગત તારીખ ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગણેશપુરા ગામે બનેલી આ ઘટનામાં ગેમાભાઈ ઠાકોર, જે છેલ્લા ચાર વર્ષથી પરિવાર સાથે ખેતમજૂર તરીકે રહેતા હતા, તેમનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરીવારજનો અને થરાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન અને પ્રેમજી પટેલ વચ્ચે પ્રેમસંબંધ હતો. ઘટનાના દિવસે ગેમાભાઈ ખેતર ખેડવા ગયા હતા ત્યારે નર્મદાબેન, પ્રેમજી અને મુકેશ ઠાકોર સાથે હતા. મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી.પોલીસના જણાવ્યા મુજબ ઝઘડા દરમિયાન નર્મદાબેને પાટિયું મારી ગેમાભાઈને નીચે પાડી દીધા હતા.
ADVERTISEMENT

ત્યારબાદ ત્રણેય આરોપીઓએ મળીને તેમને ખાટલા પર લઈ જઈ દોરડાથી ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બીજા દિવસે સવારે ઘટનાની જાણ ફરિયાદીને કરવામાં આવી હતી.ફરિયાદના આધારે થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યા અને કાવતરાની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. થરાદ પોલીસે ઝડપી તપાસ કરીને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમરેલીના લીલીયામાં સિંહ હુમલા કેસમાં તપાસ તેજ, વન વિભાગે કર્યું રિ-કન્સ્ટ્રક્શન
પ્રેમસંબંધમાં પતિ અડચણરૂપ બનતા રચાયેલા હત્યાના આ કાવતરાનો થરાદ પોલીસે ઝડપી ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને કેસના તમામ પાસાઓની તપાસ આગળ ધપાવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.