બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ રથયાત્રામાં AIનો થશે ઉપયોગ, હજારો પોલીસ જવાનોને સેકન્ડોમાં મળશે માહિતી

ગુજરાત / અમદાવાદ રથયાત્રામાં AIનો થશે ઉપયોગ, હજારો પોલીસ જવાનોને સેકન્ડોમાં મળશે માહિતી

Pravin Joshi

Last Updated: 09:06 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત અને ભવ્ય રથયાત્રાને લઈને સુરક્ષા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.

અમદાવાદમાં આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત અને ભવ્ય રથયાત્રાને લઈને સુરક્ષા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી હજારો પોલીસ જવાનો અને અધિકારીઓને તૈનાત કરવામાં આવે છે. બહારના જિલ્લાઓમાંથી આવતા આ હજારો સુરક્ષાકર્મીઓને ફરજની વહેંચણી કરવી, તેમની જવાબદારી સમજાવવી અને રહેવા-જમવાની સગવડ પૂરી પાડવી એ અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ માટે એક મોટો પડકાર અને હેડેક સાબિત થતો હતો. જોકે, આ વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મુશ્કેલીનો ટેક્નોલોજી આધારિત અદભુત ઉકેલ શોધી કાઢ્યો છે અને રથયાત્રા માટે એક વિશેષ 'વોઇસ AI' (Voice AI) સિસ્ટમ વિકસાવી છે.

rathyatra-final

પોલીસના ટેન્શનનું સ્માર્ટ સોલ્યુશન: 'રથયાત્રા વોઇસ AI'

આ નવી ટેક્નોલોજી અંગે વિગતો આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ (PSI) દિલીપ ઠાકોરે જણાવ્યું કે, રથયાત્રાના બંદોબસ્ત માટે બહારના જિલ્લામાંથી આવતા અધિકારીઓ અને જવાનોને વ્યક્તિગત રીતે નોકરી વહેંચવી, કોની ડ્યુટી ક્યાં છે અને તેમની વ્યવસ્થાઓ ક્યાં રાખવામાં આવી છે તે સતત ફોન પર જણાવવું બહુ મુશ્કેલ ટાસ્ક હતો. ક્રાઇમ બ્રાન્ચનું મુખ્ય કામ ગુનેગારોને પકડવાનું છે, પરંતુ બંદોબસ્ત મેનેજમેન્ટની આ જવાબદારી વચ્ચે સતત આવતા ફોન કોલ્સ ટેન્શન વધારી દેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે અમે તમામ વહીવટી જવાબદારી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને સોંપવાનું નક્કી કર્યું અને આ સિસ્ટમ તૈયાર કરી.

AI-Device

કેવી રીતે કામ કરશે આ અદ્યતન સિસ્ટમ?

આ વોઇસ AI સિસ્ટમ પાછળ કસ્ટમાઇઝ્ડ અલ્ગોરિધમ મોડલ (ચેટજીપીટીની તર્જ પર) કામ કરે છે, જેને પોલીસની જરૂરિયાત મુજબ ખાસ ટ્રેઈન કરવામાં આવ્યું છે.

ડેટા સ્ટોરેજ: રથયાત્રા બંદોબસ્તમાં સામેલ તમામ 4500થી વધુ પોલીસકર્મીઓના નામ, મોબાઈલ નંબર, તેમની ફાળવાયેલી ડ્યુટીનું સ્થળ, રહેવા-જમવાની વ્યવસ્થા અને તેમના ઇન્ચાર્જ અધિકારીની વિગતો આ સિસ્ટમમાં પહેલેથી જ અપલોડ કરી દેવામાં આવી છે.

વેલકમ અને જવાબો: જ્યારે કોઈ પોલીસકર્મી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર કરાયેલા નંબર પર ફોન કરશે, ત્યારે AI સિસ્ટમ તેના રજિસ્ટર્ડ નંબર પરથી તેને ઓળખી લેશે અને સામેથી 'જય જગન્નાથ' કહીને તેના નામ સાથે ડિજિટલ વેલકમ કરશે.

રૂબરૂ વાતચીત જેવો અનુભવ: સામાન્ય ચેટબોટ કરતાં આ સિસ્ટમ સાવ અલગ છે. આમાં જવાન સામેથી પૂછશે કે, "મારે ક્યાં રહેવાનું છે?", "મારો ડ્યુટી પોઇન્ટ કયો છે?" કે "મારા ઇન્ચાર્જ કોણ છે?", ત્યારે AI સિસ્ટમ માનવીય ભાષામાં જ સામેથી તમામ સચોટ જવાબો અને ઇન્ચાર્જનો સંપર્ક નંબર વોઇસ દ્વારા પૂરો પાડશે.

માત્ર દોઢ કલાકમાં આખી સિસ્ટમ ટ્રેઈન થઈ

આ સ્માર્ટ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે અંદાજે 4500થી વધુ સુરક્ષાકર્મીઓનો આખો ડેટાબેઝ માત્ર અડધા કલાકમાં ફોર્મેટમાં સેટ કરી દેવાયો હતો અને આ મોડલને ટ્રેઈન થવામાં માત્ર એકથી દોઢ કલાક જેટલો જ સમય લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સિસ્ટમના સફળ ટ્રાયલ અને ડેમો પણ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહેલો આ હાઇટેક પ્રયોગ પોલીસ ડિપાર્ટમેન્ટના મેનેજમેન્ટને અત્યંત સરળ, ઝડપી અને ભયમુક્ત બનાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

RathYatra2026 VoiceAI AhmedabadCrimeBranch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ