બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જગન્નાથ રથયાત્રા પહેલા હિસ્ટ્રીશીટરો, NDPS આરોપીઓ અને કોમી તત્વોને પોલીસની કડક ચેતવણી
Last Updated: 10:23 PM, 11 July 2026
149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં શહેર પોલીસ માત્ર બંદોબસ્ત જ નહીં, પરંતુ ગુનેગારો પર પણ કડક નજર રાખી રહી છે. અમદાવાદ પોલીસે હિસ્ટ્રીશીટરો, બુટલેગરો, જુગારીઓ, NDPSના આરોપીઓ અને કોમી માનસિકતા ધરાવતા ઇસમોને પોલીસ સ્ટેશન બોલાવી કડક ચેતવણી આપી છે. સાથે જ તમામને કાયદાનું પાલન કરવા અને રથયાત્રા દરમિયાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા છે.. શું છે સમગ્ર મામલો..જોઈએ આ અહેવાલ..
ADVERTISEMENT
ADVERTISEMENT
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ સતત પ્રિવેન્ટિવ એક્શનમાં છે. દરિયાપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારના હિસ્ટ્રીશીટરો, MCR, બુટલેગરો, જુગારીઓ તેમજ NDPS કેસમાં જામીન પર છૂટેલા આરોપીઓને હાજર કરાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ તમામ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.પોલીસે ખાસ કરીને કોમી માનસિકતા ધરાવતા ઇસમો અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણી કે કાયદાનો ભંગ સહન કરવામાં આવશે નહીં. કોઈ પણ વ્યક્તિ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
ADVERTISEMENT
અમદાવાદ પોલીસે આરોપીઓને કાયદાનું પાલન કરવાની અને શહેરમાં શાંતિ જાળવવામાં પોલીસને સહકાર આપવાની શપથ પણ લેવડાવી હતી. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનાખોરી અટકાવવાનો અને રથયાત્રા દરમિયાન સામાન્ય નાગરિકોને સુરક્ષિત રાખવાની છે..રથયાત્રા પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં આવી પ્રિવેન્ટિવ કાર્યવાહી સતત ચાલુ છે. અમદાવાદ પોલીસ માત્ર સુરક્ષા બંદોબસ્ત પર જ નહીં, પરંતુ ગુનાહિત તત્વો પર પણ સતત નજર રાખી રહી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને કાયદો છોડશે નહીં...
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પ્રેમસંબંધમાં પતિ બન્યો નડતર, પત્નીએ રચ્યો હત્યાનો ખેલ, 3ની ધરપકડ, થરાદનો બનાવ
રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસનું આ પ્રિવેન્ટિવ એક્શન માત્ર એક ઔપચારિક કાર્યવાહી નથી, પરંતુ અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ છે કે અમદાવાદમાં શાંતિ ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. ગુનેગારોને અગાઉથી ચેતવીને પોલીસ રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવાની તૈયારી કરી છે..
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.