બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્માર્ટ સિટી અમદાવાદ ચોમાસાની શરૂઆતમાં જ ભુવા નગરી બન્યું, 25થી વધુ ભુવા પડ્યા
Last Updated: 11:21 PM, 11 July 2026
સ્માર્ટ સિટી અમદાવાદ ચોમાસાના શરૂઆત માં પડેલા વરસાદ થી જ ભુવા નગરી બની ગઈ છે. પ્રિ મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છતાં ઠેર ઠેર ભુવા પડયા. એટલું જ નહિ હજુ તંત્ર ખુદ કહી રહ્યું છે કે શહેર ના 150 સ્થળ એવા છે જ્યા રોડ સેટલમેન્ટ અને ભુવા પડવાની શક્યતા છે.
ADVERTISEMENT

અમદાવાદ દર વર્ષની જેમ ભુવા નગરી બની
ADVERTISEMENT
સ્માર્ટ સિટી અમદાવાદ દર વર્ષની જેમ ભુવા નગરી બની છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદથી અમદાવાદમાંથી ઠેર ઠેર ભુવા પડી રહ્યા છે અને રોડ બેસી રહ્યા છે. વાસણા પાસે તો વિશાળ ભુવામાં મનપા ની જ ગાડી ગરકાવ થઇ હતી.

ADVERTISEMENT
જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે એક જ સ્થળ પર 50 મીટરના અંતરે બે ભુવા પડયા છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. અમદાવાદીઓ ભુવાને કારણે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. નાગરિકોએ જણાવ્યું કે જો કોર્પોરેશન ટેક્ષ લે છે તો જવાબદારી પૂર્વક કામ પણ કરવું જોઈએ, કામ નથી કરતુ માટે આ એજ નાગરિકો ભોગવી રહ્યા છે.

ADVERTISEMENT
અત્યાર સુધી 25 થી વધુ ભુવા પડયા
શહેરમાં અત્યાર સુધી 25 થી વધુ ભુવા પડયા છે. આ તો હજુ શરૂઆત છે મનપા ને હજુ પણ 150 સ્થળ પર રોડ સેટલમેન્ટ અને ભુવા પડવાની શક્યતા છે ..આ જગ્યાઓ પર ભુવા ઓછા પડે તે માટે કામગીરી કરવા સૂચના અપાઈ છે. 150 જેવા સ્થળ પર ભુવો પડવાની શક્યતા છે .
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જગન્નાથ રથયાત્રા પહેલા હિસ્ટ્રીશીટરો, NDPS આરોપીઓ અને કોમી તત્વોને પોલીસની કડક ચેતવણી
પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ તો ના થઇ પરંતુ શહેર આ ઠેર ઠેર પાણી ભરવાની અને ભુવા પડવાની સમસ્યા થઇ રહી છે. ચોમાસા દરમિયાન હવે અમદાવાદ રામ ભરોસે છે. વરસાદ સમયે શહેર ની શું સ્થિતિ થશે તે જોવું રહ્યું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.