બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાની દુર્દશા, પાંચમી ટી20 પણ હાર્યું, 4-0 થી શ્રેણી જીતીને ભારત પાસેથી નંબર-1 નો તાજ છીનવ્યો
Last Updated: 11:46 PM, 11 July 2026
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ સાઉથમ્પટનના 'ધ રોઝ બાઉલ' ગ્રાઉન્ડ પર રમાઈ હતી. કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ઉતરેલી ભારતીય ટીમ આ મુકાબલામાં પણ જીત મેળવવામાં નિષ્ફળ રહી હતી અને ઇંગ્લેન્ડે 56 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. મેચમાં ઇંગ્લેન્ડે ભારત સામે જીતવા માટે 258 રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો હતો, જેનો પીછો કરતા ભારતીય ટીમ 8 વિકેટે માત્ર 201 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે યજમાન ઇંગ્લેન્ડે આ શ્રેણી 4-0 થી જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ટીમે કોઈ એક ટી20 શ્રેણીમાં 4 મેચ ગુમાવી હોય. પહેલા આયર્લેન્ડ અને હવે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.
ADVERTISEMENT
Dominant England secure an emphatic 4-0 T20I series win over India 💪
— ICC (@ICC) July 11, 2026
📝: https://t.co/N7ah8WNSUQ pic.twitter.com/uiEkpJMqyW
ADVERTISEMENT
આ જીત સાથે ઇંગ્લેન્ડે આઇસીસી (ICC) ની ટી20 રેન્કિંગમાં ભારતને હટાવીને નંબર-1 નું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાઈ હતી, જે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી (નતીજો આવ્યો ન હતો). ત્યારબાદ માન્ચેસ્ટર ટી20 મેચ ઇંગ્લેન્ડે 4 વિકેટે, નોટિંગહામ ટેસ્ટ 125 રનથી અને બ્રિસ્ટલ ટી20 મેચ 9 વિકેટે જીતીને શ્રેણી પર કબજો જમાવ્યો હતો.
Jos Buttler and Harry Brook stitched a record partnership against India, wreaking havoc in Southampton 🥶
— ICC (@ICC) July 11, 2026
📝: https://t.co/N7ah8WNSUQ pic.twitter.com/3BRhZX5RPV
ADVERTISEMENT
258 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઓપનર અભિષેક શર્મા માત્ર 3 રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. સંજુ સેમસને (27 રન) ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સેમ કરને તેને આઉટ કર્યો હતો. ત્યારે ભારતનો સ્કોર 55/2 હતો.
ADVERTISEMENT
ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યર (28 રન) અને ઇશાન કિશને ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. લિયામ ડોસને અય્યરને આઉટ કર્યો હતો, જ્યારે ઇશાન કિશન 35 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રન બનાવી આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. મધ્યક્રમમાં તિલક વર્માએ આક્રમક બેટિંગ કરતા 25 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 53 રન ફટકાર્યા હતા. પરંતુ શિવમ દુબે (14 રન), સૂર્યાંશ શેડગે (7 રન) અને અક્ષર પટેલ (3 રન) સસ્તામાં આઉટ થતાં ભારત મેચ હારી ગયું હતું. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરને સૌથી વધુ 3 વિકેટ અને આદિલ રાશિદે 2 વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. ફિલ સોલ્ટ માત્ર 6 રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર બન્યો હતો. પરંતુ અહીંથી ઓપનર જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રુકે ભારતીય બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે માત્ર 102 બોલમાં 233 રનની ઐતિહાસિક અને તોફાની ભાગીદારી થઈ હતી.
જોસ બટલરે માત્ર 51 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને કુલ 64 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને 131 રનની ઇનિંગ રમી હતી. બટલરને 19th ઓવરમાં શિવમ દુબેએ આઉટ કર્યો હતો અને તેના આગલા જ બોલે જેકોબ બેથેલ (0 રન) ને પેવેલિયન ભેગો કર્યો હતો. બીજી તરફ કેપ્ટન હેરી બ્રુક સદી ચૂક્યો હતો પરંતુ તેણે 8 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અણનમ 95 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો- નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના
આ મેચમાં ભારતીય ટીમમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને આરામ આપી તેમની જગ્યાએ સંજુ સેમસન અને સૂર્યાંશ શેડગેને તક અપાઈ હતી. જ્યારે ઇંગ્લેન્ડે રેયાન અહેમદની જગ્યાએ લિયામ ડોસનને ટીમમાં સામેલ કર્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાં ભારતે 18 મેચ અને ઇંગ્લેન્ડે 16 મેચ જીતી છે, જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. આ પહેલા સાઉથમ્પટનના આ જ મેદાન પર 7 July 2022 ના રોજ રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું, પરંતુ આ વખતે ઇંગ્લેન્ડે વ્યાજ સહિત બદલો લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.