બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 04:23 PM, 11 July 2026
1/8
પશ્ચિમ પેસિફિક ઓશનમાં બનેલા સુપર ટાયફૂન બાવીએ અનેક એશિયન દેશો માટે ખતરો ઉભો કર્યો છે. જેમાં લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને લગભગ 1000 કિલોમીટરના ગાળા સાથે આ તુફાનને તાજેતરના વર્ષોમાં સૌથી મોટા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોમાંનું એક માનવામાં આવે છે. તેની સીધી અસર ચીન, તાઇવાન અને જાપાન પર થઈ શકે છે. જેમાં ભારતના ચોમાસા પર પણ તેની અસર જોવા મળી શકે છે.
2/8
ભારતમાં સાઉથવેસ્ટ ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. પરંતુ હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ તસવીરોએ ચિંતાજનક સંકેતો બતાવી રહી છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસું ખૂબ સક્રિય છે, આ વિસ્તારોમાં ગાઢ વાદળો છવાયેલા છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વાદળોની એક્ટીવીટી કમજોર છે. જેમાં હવામાન એક્સપર્ટની આગાહી મુજબ આગામી થોડા દિવસો સુધી આ વિસ્તારોમાં વરસાદ ઓછો રહી શકે છે.
3/8
4/8
એક્સપર્ટ અનુસાર, જ્યાં સુધી વાવાઝોડું ચીન તરફ ન વધે ત્યાં સુધી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી સિસ્ટમ બનવાની શક્યતા ખૂબ ઓછી છે. આથી આગામી બે થી ત્રણ દિવસમાં દેશના ઘણા ભાગોમાં વરસાદની એક્ટીવીટી કમજોર પડી શકે છે. જો નવી ચોમાસાની સિસ્ટમ સમયસર બનશે નહીં તો વધુ વરસાદ માટે લગભગ એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે.
5/8
ચાઈનાના હવામાન કેન્દ્ર મુજબ, સુપર ટાયફૂન બાવી 11 જુલાઈએ ચાઈનાના ફુજિયાન પ્રાંતમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. તે પહેલાં તે ઉત્તરી તાઇવાનની ખૂબ નજીકથી પસાર થશે. જેમાં તાઇવાનની હવામાન એજન્સીએ ચેતવણી આપી છે કે આ 1987 પછીનું સૌથી મોટું વાવાઝોડું હોઈ શકે છે. જેમાં રાજધાની તાઇપેઈની આસપાસના પર્વતીય વિસ્તારોમાં એક મીટર સુધી વરસાદ પડી શકે છે. આ વિનાશની તૈયારી કરવા માટે 29,000 સૈનિકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં દરિયાકાંઠાના શહેરોમાં માછીમારોએ તેમની બોટને સુરક્ષિત બંદરો પર ખસેડી દીધી છે, જ્યારે રહેવાસીઓ તેમના ઘરોને સુરક્ષિત રાખવા માટે રેતીની થેલીઓનો સંગ્રહ કરી રહ્યા છે.
6/8
આ અંગે જાપાન હવામાન એજન્સીએ ઓકિનાવાથી દૂર સાકિશિમા ટાપુઓ માટે હાઈ એલર્ટ જારી કર્યું છે. અહીંયા શનિવાર સુધીમાં પવન 252 કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે. 50 મીમી પ્રતિ કલાક સુધી વરસાદ 24 કલાકમાં 300 મીમી વરસાદ 10-મીટર મોજા, તોફાની મોજા અને દરિયાકાંઠાના પૂરનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
7/8
સુપર ટાયફૂન બાવી ત્રાટકે એના પહેલાં ચાઈના અગાઉથી જ ટાયફૂન મેયસાકની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું હતું. જેમાં ગુઆંગશી પ્રાંતમાં અત્યાર સુધીમાં 39 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે નવ ગુમ થયા છે. હાંગઝોઉમાં ડેમ તૂટવાને કારણે આવેલા પૂરમાં 26 લોકોના મોત થયા હતા. જ્યારે ગુઇગાંગ પ્રાણી સંગ્રહાલયમાં પૂરને કારણે ત્રણ સિંહોના મોત થયા હતા અને 100 થી વધુ પ્રાણીઓને તેમના વાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પૂરમાં ફસાયેલા 12,000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રેસ્ક્યુ કરાયા હતા.
8/8
હવામાન એક્સપર્ટ અનુસાર, સુપર ટાયફૂન બાવીની સીધી અસર ભારત પર નહીં પડે પરંતુ તે ચોમાસાની ઋતુ પર પરોક્ષ રીતે અસર કરી શકે છે. જો બંગાળની ખાડીમાં નવી હવામાન સિસ્ટમમાં વિલંબ થાય તો ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક હિસ્સામાં થોડા દિવસો માટે વરસાદ કમજોર પડી શકે છે. જેમાં નવી સિસ્ટમમાં બન્યા બાદ ચોમાસું ફરી શરૂ થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
8 ફોટોઝ
Asiatic Lion Attacks in Gujarat / નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના
ટોપ સ્ટોરીઝ