ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા RTOનો AI ડ્રાઇવિંગ ટેસ્ટ લાયસન્સ માટે 'અગ્નિપરીક્ષા' બન્યો: 1 મહિનામાં કારના 93% અરજદારો નાપાસ, 16 કેમેરા દરેક ભૂલ પકડી લે છે

મુશ્કેલ / વડોદરા RTOનો AI ડ્રાઇવિંગ ટેસ્ટ લાયસન્સ માટે 'અગ્નિપરીક્ષા' બન્યો: 1 મહિનામાં કારના 93% અરજદારો નાપાસ, 16 કેમેરા દરેક ભૂલ પકડી લે છે

Published By: Vishal Khamar

Last Updated: 07:25 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં રાજ્યનો પ્રથમ AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ લાયસન્સ મેળવવું હવે પહેલાં કરતાં મુશ્કેલ બની ગયું છે.

ADVERTISEMENT

વડોદરામાં રાજ્યનો પ્રથમ AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ લાયસન્સ મેળવવું હવે પહેલાં કરતાં મુશ્કેલ બની ગયું છે. 2 જૂનથી શરૂ થયેલા આ હાઇટેક ટ્રેક પર એક મહિનામાં કાર ચલાવનારા 10માંથી 9થી વધુ અરજદારો નાપાસ થયા છે. આખા ટ્રેક પર લગાવાયેલા 16 AI કેમેરા માનવીય દખલ વગર દરેક નાની-મોટી ભૂલ રેકોર્ડ કરે છે, જેના કારણે હવે એજન્ટ્સને બદલે બદલે માત્ર ડ્રાઇવિંગ સ્કીલ જ કામની રહી છે.

વડોદરા RTOમાં શરૂ કરાયેલા રાજ્યના પ્રથમ AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયામાં મોટો ફેરફાર લાવ્યો છે. ટ્રાફિક સિગ્નલનું પાલન, રિવર્સ પાર્કિંગ અને રિવર્સ 'S' ટ્રેક જેવા ટેસ્ટમાં સૌથી વધુ અરજદારો નાપાસ થઈ રહ્યા છે.

કારના 93% અરજદારો નાપાસ, ટુ-વ્હીલરમાં પણ 900 જેટલા ફેઇલ

RTOના છેલ્લા એક મહિનાના આંકડા મુજબ, કુલ 1,908 ફોર-વ્હીલર અરજદારોએ ટેસ્ટ આપ્યો હતો. તેમાં માત્ર 147 લોકો પાસ થયા, જ્યારે 1,761 લોકો નાપાસ થયા. એટલે કે, કાર ચલાવનારા 93 ટકાથી વધુ અરજદારો ટેસ્ટ ક્લિયર કરી શક્યા નથી. બીજી તરફ 3,626 ટુ-વ્હીલર અરજદારોમાંથી 2,727 લોકો પાસ થયા છે, જ્યારે 899 લોકો નાપાસ થયા છે.

ટેસ્ટ માટે એક મહિના સુધી રાહ

કડક ટેસ્ટિંગના કારણે હવે એપોઇન્ટમેન્ટ મેળવવી પણ મુશ્કેલ બની છે. હાલમાં દરરોજ આશરે 120 ફોર-વ્હીલર અને 184 ટુ-વ્હીલર અરજદારોનો ટેસ્ટ લેવામાં આવે છે.પરિણામે કાર ટેસ્ટ માટે 30થી 35 દિવસ અને ટુ-વ્હીલર માટે 20થી 25 દિવસ સુધીની વેઇટિંગ ચાલી રહી છે. જો કોઈ અરજદાર ટેસ્ટમાં નાપાસ થાય તો ફરી ટેસ્ટ માટે લગભગ 60 દિવસ બાદની એપોઇન્ટમેન્ટ મળતી હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.

16 AI કેમેરા દરેક ભૂલ પર રાખે છે નજર

RTOના જણાવ્યા મુજબ નવા ટ્રેક પર 16થી વધુ અત્યાધુનિક AI કેમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉની સિસ્ટમ કરતાં આ ટેક્નોલોજી વધુ આધુનિક છે. સમગ્ર ટેસ્ટ દરમિયાન કેમેરા વાહનની દરેક હિલચાલ પર નજર રાખે છે અને કોઈ માનવીય દખલ વગર ઓટોમેટિક પરિણામ જાહેર કરે છે. ટેસ્ટ પહેલાં ઉમેદવારોને સમગ્ર પ્રક્રિયાનો વીડિયો પણ બતાવવામાં આવે છે, જેથી તેઓ નિયમો સમજી શકે. નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવે તો ટેસ્ટ પાસ કરવો મુશ્કેલ નથી.

'હવે કોઈ ડિરેક્ટ પાસ નહીં થઈ શકે'

ટેસ્ટ આપવા આવેલા અરજદાર પૂર્વસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "પહેલા કરતાં ટેસ્ટ ચોક્કસ મુશ્કેલ બન્યો છે, પરંતુ ટેક્નોલોજી સારી છે. હવે કોઈ ડિરેક્ટ પાસ થઈ શકે તેમ નથી. દરેકને સરખો ન્યાય મળે છે." અન્ય અરજદાર ગોપાલભાઈ પિત્રોડાએ કહ્યું કે, "AIનો ઉપયોગ સારો છે. મારો અનુભવ પણ સારો રહ્યો."

રિક્ષાચાલકો પરેશાન

રિક્ષા યુનિયનના સલીમ મુલતાનીએ જણાવ્યું હતું કે,"રિક્ષા ચાલકો પાસેથી વધુ દસ્તાવેજો માંગવામાં આવે છે, પોતાની કે પપ્પાની ગાડી જ માગે છે. કારવાળાને કંઈ નથી કહેતા અમારી પાસે પીયુસી, વીમો બધું માગે છે. જો ફેઇલ થઈ જઈએ તો ફરી ટેસ્ટ માટે 60 દિવસ રાહ જોવી પડે છે, જેના કારણે ઘણી મુશ્કેલી પડે છે."

RTO અધિકારી શું કહે છે?

વડોદરા RTO કેતન ખાપેડે જણાવ્યું હતું કે, "AI આધારિત ટેસ્ટ ટ્રેક 2 જૂનથી શરૂ કરવામાં આવ્યો છે. નવા ટ્રેકમાં 16થી 17 AI કેમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉની ટેક્નોલોજી કરતાં આ વધુ અદ્યતન છે. સમગ્ર ટેસ્ટનું મૂલ્યાંકન કેમેરા દ્વારા ઓટોમેટિક થાય છે. ઉમેદવારોને ટેસ્ટ પહેલાં ટ્રેનિંગ વીડિયો બતાવવામાં આવે છે. નિયમો સમજીને ટેસ્ટ આપશે તો પાસ થવું શક્ય છે."

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારતીય નેવીનું UAV ક્રેશ, પોલીસ-ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

ભલામણનો યુગ પૂરો

AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થતાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં માનવીય હસ્તક્ષેપ લગભગ સમાપ્ત થયો છે. RTOનું માનવું છે કે કડક અને પારદર્શક પરીક્ષણના કારણે માત્ર કુશળ ડ્રાઇવરોને જ લાયસન્સ મળશે, જે ભવિષ્યમાં માર્ગ સુરક્ષા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI driving test track AI driving test Vadodara RTO

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ