બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFOની મોટી અપડેટ! કરોડો કર્મચારીઓના PF અકાઉન્ટમાં આ તારીખે જમા થશે વ્યાજ

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / EPFOની મોટી અપડેટ! કરોડો કર્મચારીઓના PF અકાઉન્ટમાં આ તારીખે જમા થશે વ્યાજ

Last Updated: 12:38 AM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFO ના કરોડો સભ્યો માટે એક અપડેટ આવ્યું છે. જેમાં 15 જુલાઈ સુધીમાં 8.25% વ્યાજ કર્મચારીઓ અને સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

1/5

photoStories-logo

1. EPFO નું વ્યાજ

તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. જેમાં વ્યાજ ડીપોઝીટ અંગે અપડેટ આપતા EPFO એ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 માટે 34 કરોડ EPF એકાઉન્ટમાં 8.25% વ્યાજ જમા કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મનસુખ માંડવિયાએ શું કહ્યું?

જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, નવી સેન્ટ્રલાઇઝ્ડ IT ઈનેબલ્ડ સર્વિસીઝ (CITES) સિસ્ટમ દ્વારા 1.44 લાખ કરોડ રૂપિયા સબસ્ક્રાઇબર ખાતાઓમાં જમા કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, EPFO એ ડીસેન્ટ્રલાઈઝ આર્કિટેક્ચરમાંથી સભ્ય રેકોર્ડ ધરાવતા તેના સમગ્ર ડેટાબેઝને નવા સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝમાં માઈગ્રેટ કરવાની પ્રોસેસ પૂરી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઇન્ટીગ્રેટેડ મેમ્બર પોર્ટલ

નવી CITES સિસ્ટમમાં EPF સભ્યો પાસે ઇન્ટીગ્રેટેડ મેમ્બર પોર્ટલ હશે જ્યાં તેઓ એક જ ઇન્ટરફેસ દ્વારા તેમની સભ્યપદ માહિતી, PF બેલેન્સ, ક્લેમનું સ્ટેટ્સ , પેન્શન રેકોર્ડ, સર્વિસ અને બીજી સુવિધાઓ ઍક્સેસ કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઓટોમેટેડ પ્રીવેલીડેશનની સુવિધા

જેમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે CITES પ્લેટફોર્મ ક્લેમના ઓટોમેટેડ પ્રીવેલીડેશનની પણ સુવિધા આપે છે. જેમાં પૈસા ઉપાડવાની રીક્વેસ્ટ EPFO કાર્યાલય સુધી પહોંચે તે પહેલાં જ સિસ્ટમ યોગ્યતા તપાસશે, ખામીઓ ઓળખશે અને જો સભ્યો નિર્ધારિત મર્યાદાથી વધુ રકમનો ક્લેમ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તેમને જાણકારી આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 15 જુલાઈ

ઉલ્લેખનીય છે કે, CITES પ્રોજેક્ટ એ ઓટોમેશન અને નિયમો-આધારિત પ્રક્રિયા દ્વારા EPFO સર્વિસને આધુનિક બનાવવાની પહેલ છે. આ પ્રોજેક્ટ EPFO સભ્યોની સુવિધા વધારવા અને EPFO ની કાર્યકારી કાર્યક્ષમતા સુધારવા માટે બનેલ છે. જેમાં માંડવિયાએ જણાવ્યું કે આ યોજનામાં PF વ્યાજ 15 જુલાઈ સુધીમાં કર્મચારીઓ અને સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Interest Transferred Interest Deposits EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ