બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / પરમાણુ યુદ્ધથી કલિયુગના અંત સુધી! બહાઉલ્લાહની ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં, શું ખરેખર પડશે સાચી?
5 ફોટો ગેલેરી
Last Updated: 05:06 PM, 12 July 2026
1/5
ઇતિહાસના પાનાઓમાં નોસ્ટ્રાડેમસથી લઈને બાબા વેંગા જેવા ઘણા ભવિષ્યવક્તાઓ થયા છે, જેમની વાતોએ સમયાંતરે દુનિયાને હચમચાવી દીધી છે. પરંતુ શું તમે જાણો છો કે ૧૯મી સદીમાં એક એવા આધ્યાત્મિક દૂધ હતા, જેમણે સદીઓ પહેલાં જ આજના આધુનિક યુગ અને પરમાણુ વિનાશની એવી ભવિષ્યવાણી કરી હતી, જે આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે?આપણે વાત કરી રહ્યા છીએ બહાઈ ધર્મનો પાયો નાખનાર મહાન વિચારક બહાઉલ્લાહ (Baháʼu'lláh) ની. તેમની ઓળખ માત્ર એક ધર્મગુરુ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ એક એવા વિઝનરી (દૂરદર્શી) હતા, જેમણે આગામી સમયની ભયાનકતાને ખૂબ પહેલાં જ પારખી લીધી હતી.
2/5
બહાઉલ્લાહની ભવિષ્યવાણીઓ ડરાવવા માટે નહીં, પરંતુ માનવતાને ચેતવણી આપવા માટે હતી. તેમણે એ જમાનામાં જમીનની અંદર છુપાયેલી એક એવી વિનાશકારી શક્તિનો ઉલ્લેખ કર્યો હતો, જે એટલી ભયાનક હશે કે સમગ્ર વાતાવરણને ઝેરી બનાવી દેશે અને પલભરમાં આખેઆખા શહેરોને રાખમાં ફેરવી નાખશે. આજના આધુનિક યુગમાં વિજ્ઞાનીઓ અને વિશ્લેષકો આ ભવિષ્યવાણીને પરમાણુ હથિયારો (Nuclear Weapons) ના સૌથી સચોટ પૂર્વાનુમાન તરીકે જુએ છે.
3/5
આટલું જ નહીં, બહાઉલ્લાહે પોતાના પુસ્તકોમાં જર્મનીના ભવિષ્યને લઈને પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જર્મનીને ભવિષ્યમાં બે વાર ભયંકર કષ્ટો, યુદ્ધ અને વિનાશનો સામનો કરવો પડશે. ઇતિહાસ સાક્ષી છે કે કેવી રીતે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધે જર્મનીની આખી તસવીર બદલી નાખી હતી અને તેને ભારે વિનાશ વેઠવો પડ્યો હતો.
4/5
બહાઉલ્લાહે પોતાના કારાવાસ (જેલવાસ) દરમિયાન તે સમયના વિશ્વના સૌથી શક્તિશાળી રાજાઓ જેવા કે નેપોલિયન III, ઝાર એલેક્ઝાન્ડર II અને પર્શિયા (ફારસ) ના શાહને પત્રો લખ્યા હતા. આ પત્રો દ્વારા તેમણે ચેતવણી આપી હતી કે તેઓ અહંકાર અને અત્યાચારનો માર્ગ છોડી દે, નહીંતર સત્તા તેમની પાસેથી છીનવાઈ જશે. સમય જતાં ઇતિહાસે પલટો ખાધો અને આ તમામ મોટા સામ્રાજ્યો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા.
5/5
ભલે આજે માનવતા એક અત્યંત કઠિન યુગમાંથી પસાર થઈ રહી છે, પરંતુ બહાઉલ્લાહનો વિઝનરી સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. તેમણે 'સૌથી મહાન શાંતિ'ની વાત કરી હતી, જ્યાં ધર્મ, જ્ઞાતિ, નસ્લ અને રાષ્ટ્રીયતાની દીવાલો ખરી પડશે. તેમના પ્રમુખ પુસ્તક 'કિતાબ-એ-અકદસ'ની શિક્ષાઓ અને સિદ્ધાંતો આજે વિશ્વના ૨૩૬ થી વધુ દેશોમાં શાંતિ, સદ્ભાવના અને એકતાનો મોટો આધાર બનેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ