બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દીકરાએ પ્રેમલગ્ન કરતા માતા-પિતાને માર્યો ઢોરમાર, હુમલા અને બદનામીના ડરથી માતાનો આપઘાત
Last Updated: 03:27 PM, 12 July 2026
Sabarkantha Love Marriage Dispute : આપણાં સભ્ય સમાજમાં બદનામી શબ્દ માણસને અંદરથી તોડી નાંખે છે અને એના પછી શું-શું બનતું હોય છે તે આપણે બધા જાણીએ છીએ. આવી જ એક ઘટના બની છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વસાઈ ગામમાં પ્રેમપ્રકરણને લઈને બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પ્રેમલગ્નના નિર્ણય બાદ બે પરિવારો વચ્ચે શરૂ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે આખા પરિવાર પર તેની ગંભીર અસર જોવા મળી. હુમલો, તોડફોડ અને ત્યારબાદ બનેલી દુઃખદ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ગામનો 19 વર્ષીય યુવક પોતાની પ્રેમિકા સાથે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા યુવતીના પરિવારના કેટલાક લોકો યુવકના ઘરે પહોંચ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી હતી તેમજ વાહનો અને ઘરનો સામાન નુકસાન પહોંચાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ઘરના પુરુષો અને મહિલાઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાથી યુવકનો પરિવાર ભારે માનસિક આઘાતમાં આવી ગયો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, હુમલા બાદ સમાજમાં બદનામી અને સતત ભયના માહોલને કારણે યુવકની માતાએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. આ બનાવ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ, જુઓ Photos
આ તરફ મૃતકના પરિવારનું કહેવું છે કે, હુમલો કરનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, યુવતીના પરિવાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. પરિવારનો દાવો છે કે હુમલા અને તેના કારણે સર્જાયેલા માનસિક દબાણે આ દુઃખદ ઘટનાને જન્મ આપ્યો છે. બીજી તરફ, સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આવા સંવેદનશીલ મામલાઓમાં કાયદો પોતાના માર્ગે કામ કરે તે જરૂરી છે, જેથી કોઈ પણ પ્રકારની હિંસા કે અતિશય પ્રતિક્રિયા અટકાવી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.