બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં, પુણા પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો
Last Updated: 02:02 PM, 12 July 2026
સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ તથા વેપારી રાજુ ભમ્મરે બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવા, ધમકી આપવા અને અપમાનજનક સામગ્રી પ્રસારિત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ પુણા પોલીસ સ્ટેશનની બહાર આક્રમક અંદાજમાં જોવા મળે છે. વીડિયોમાં તે જાહેરમાં બૂમો પાડીને કહેતી જોવા મળે છે કે હવે ખોટા કેસ સહન નહીં કરે. તેણે ફરિયાદી રાજુને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે જો ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઉભી છે અને સામે આવીને બતાવે. સાથે જ પોતાના પર થયેલા કેસોને ખોટા ગણાવી સામો બદનક્ષીનો દાવો કરવાની પણ ચીમકી આપી હતી.
ADVERTISEMENT
પુણાગામ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 296(બી), 351(2), 356(3), 54(આઈ) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કેસની તપાસ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. મોરીને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે કીર્તિ પટેલ સામે અગાઉ પણ અનેક ગુનાઓ અને વિવાદો સામે આવી ચૂક્યા છે.
ADVERTISEMENT
ફરિયાદી રાજુ ભમ્મરના જણાવ્યા મુજબ તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી અને હાલમાં સસ્પેન્ડ થયેલી નયના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધ પૂર્ણ થયા બાદ નયના બારૈયાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવાની પૂર્વયોજિત યોજના ઘડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ફરિયાદમાં જણાવ્યા મુજબ 5 જૂન, 2026ના રોજ કીર્તિ પટેલે રાજુ ભમ્મરને વ્હોટ્સએપ કોલ કરીને તેમની પત્ની, જે ગામના સરપંચ છે, તેમના વિશે ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા. ફરિયાદ અનુસાર કીર્તિ પટેલે તેમની પત્ની અને તેમના સગા ભાઈ વચ્ચે અનૈતિક સંબંધ હોવાના આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત ફોન પર "હું તને જોઈ લઈશ" જેવી ધમકી આપીને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે સુરતમાં બદનક્ષીનો ગુનો | પોલીસ સ્ટેશન બહાર હોબાળો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 12, 2026
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ બદનક્ષી અને ધમકી સંબંધિત ફરિયાદના આધારે… pic.twitter.com/1KXDsr9HLD
ADVERTISEMENT
ફોન પર ધમકી આપ્યા બાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી 'KIRTI NI MOJ5143' પરથી અનેક વીડિયો અને રીલ્સ અપલોડ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ વીડિયોમાં ફરિયાદીના પરિવાર વિશે અપમાનજનક અને બદનક્ષીકારક વાતો કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદ અનુસાર આ વીડિયો દ્વારા પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વાયરલ વીડિયોમાં કીર્તિ પટેલે રાજુ ભમ્મર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમના સમર્થકો અંગે પણ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. ઉપરાંત, જ્યાં તું સામે મળીશ ત્યાં નયના તારા કપડાંનું બિલ આપશે અને તારે એમ જ ઘરે જવું પડશે જેવી ધમકીઓ આપીને આર્થિક બાબતો તથા ખંડણી સંબંધિત ખોટા કથનો પણ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે કે કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા વીડિયોને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી 'naina paliwal 0005' પરથી સ્ટોરી અને સ્ટેટસમાં શેર કર્યા હતા. ફરિયાદ અનુસાર આ રીતે તેમણે પણ આ કૃત્યમાં સહભાગીતા દર્શાવી હતી.
હાલ પુણા પોલીસે સત્તાવાર ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે. પોલીસ સમગ્ર મામલાના તમામ ડિજિટલ પુરાવા, સોશિયલ મીડિયા પોસ્ટ, વીડિયો અને અન્ય સંબંધિત વિગતોની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.