ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રેમ માટે 12 વર્ષ પહેલાં સરહદ પાર કરી ભારત આવી હતી કાજલ, બે સંતાનોની માતા બન્યા બાદ આવ્યો કરુણ વળાંક

ગુજરાત / પ્રેમ માટે 12 વર્ષ પહેલાં સરહદ પાર કરી ભારત આવી હતી કાજલ, બે સંતાનોની માતા બન્યા બાદ આવ્યો કરુણ વળાંક

Published By: Nidhi Panchal

Last Updated: 12:23 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમ માટે સરહદ પાર કરનાર એક મહિલાની 12 વર્ષની સફરનો અંત એવી રીતે આવશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. બે સંતાનો સાથેનું હસતું-રમતું પરિવાર પળવારમાં વિખેરાઈ ગયું.

ADVERTISEMENT

પ્રેમ માટે 12 વર્ષ પહેલાં સરહદ પાર કરીને ભારત આવેલી એક મહિલાની પ્રેમકથા હવે કરુણ અંત સુધી પહોંચી છે. આણંદના તરુણ પટેલ સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરીને નવું જીવન શરૂ કરનાર કાજુલી ઉર્ફે કાજલ આજે પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર બાંગ્લાદેશ મોકલાઈ ગઈ છે. બે સંતાનોની માતા બનેલી કાજલને કેન્દ્ર સરકારના ઓપરેશન ડેલ્ટા હંટ અંતર્ગત ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી (33)

12 વર્ષ પહેલાં પ્રેમ માટે સરહદ પાર કરીને ભારત આવી

મળતી માહિતી મુજબ કાજલ લગભગ 12 વર્ષ પહેલાં પ્રેમ માટે સરહદ પાર કરીને ભારત આવી હતી. ત્યારબાદ તેણે આણંદના તરુણ પટેલ સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન બંનેને બે સંતાનો થયા અને પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યો હતો. પરંતુ ઓપરેશન ડેલ્ટા હંટ હેઠળ તેની ઓળખ અને દસ્તાવેજોની તપાસ બાદ તેને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કડક સુરક્ષા વચ્ચે વડોદરા એરપોર્ટ લઈ જવામાં આવી

ગત રોજ કાજલને આણંદ SOG કચેરીથી કડક સુરક્ષા વચ્ચે વડોદરા એરપોર્ટ લઈ જવામાં આવી હતી. ત્યાંથી તેને આર્મીના હવાલે કરવામાં આવી અને ત્યારબાદ ઢાકા મોકલી દેવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક રાખવામાં આવી હતી.

સભ્યો માટે આ ક્ષણો અત્યંત દુઃખદ બની

આ સમગ્ર ઘટનાનો સૌથી ભાવુક અને કરુણ પાસો એ રહ્યો કે કાજલના પતિ તરુણ પટેલ અને તેમના બે સંતાનોને અંતિમ વખત પણ તેને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પરિવારના સભ્યો માટે આ ક્ષણો અત્યંત દુઃખદ બની હતી. અગાઉ જ્યારે કાજલ નારી ગૃહમાં હતી ત્યારે પરિવારજનોને તેને મળવાની મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ ડિપોર્ટેશનની અંતિમ પ્રક્રિયા દરમિયાન આ મંજૂરી આપવામાં આવી નહોતી. હવે કાજલ ફરી પોતાના પરિવારને મળી શકે તે માટે માત્ર એક જ માર્ગ બચ્યો છે. તેને બાંગ્લાદેશમાંથી કાયદેસર રીતે ભારતીય વિઝા મેળવવો પડશે. વિઝા મળ્યા બાદ જ તે ફરી ભારત આવી શકશે અને પોતાના પતિ તથા બંને સંતાનો સાથે મળી શકશે. ત્યાં સુધી આ પરિવારને લાંબી રાહ જોવી પડશે.

આ પણ વાંચો : ગીર વન વિભાગની મોટી કાર્યવાહી, સિંહના વીડિયો વાયરલ કરનાર 8 શખ્સ ઝડપાયા

બે સંતાનોને છોડીને કાજલની બાંગ્લાદેશ વાપસીથી સમગ્ર પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. એક તરફ 12 વર્ષ પહેલાં પ્રેમ માટે શરૂ થયેલી સફર હતી, તો બીજી તરફ આજે કાયદાકીય પ્રક્રિયાના કારણે પરિવારથી દૂર થવાની વેદના છે. આ ઘટનાએ માનવીય લાગણીઓ અને કાયદાકીય કાર્યવાહી વચ્ચેના સંઘર્ષને ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે. હાલ પરિવારને આશા છે કે કાજલ ભવિષ્યમાં કાયદેસર ભારતીય વિઝા મેળવી ફરી ભારત આવશે અને પરિવારનું મિલન ફરી શક્ય બનશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Delta Hunt Bangladesh Deportation Anand News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ