ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર વન વિભાગની મોટી કાર્યવાહી, સિંહના વીડિયો વાયરલ કરનાર 8 શખ્સ ઝડપાયા

ગુજરાત / ગીર વન વિભાગની મોટી કાર્યવાહી, સિંહના વીડિયો વાયરલ કરનાર 8 શખ્સ ઝડપાયા

Published By: Nidhi Panchal

Last Updated: 10:51 AM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને સિંહ દર્શનના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે ગીર (પૂર્વ) વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે.

ADVERTISEMENT

ગીર (પૂર્વ) વન વિભાગે ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને સિંહ દર્શનના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનારાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગે 15થી 20 દિવસ સુધી ચાલેલી ગુપ્ત તપાસ બાદ કુલ 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ગીર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી (31)

આરોપીઓ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરીને સિંહોના વીડિયો બનાવતા હતા

વન વિભાગના જણાવ્યા મુજબ આરોપીઓ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરીને સિંહોના વીડિયો બનાવતા હતા અને ત્યારબાદ તે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરતા હતા. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ સહિતના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા વીડિયો અપલોડ કરીને તેઓ લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ છે. પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ અને વન્યજીવોને ખલેલ પહોંચાડતી આવી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવી છે.

15થી 20 દિવસ સુધી ગુપ્ત તપાસ હાથ ધરી

આ સમગ્ર મામલે ગીર (પૂર્વ) વન વિભાગે આશરે 15થી 20 દિવસ સુધી ગુપ્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન અનેક સોશિયલ મીડિયા પોસ્ટ, વીડિયો અને ઇન્સ્ટાગ્રામ આઈડીની ઓળખ કરવામાં આવી હતી, જેના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા

વન વિભાગે વેરાવળ પોલીસના સહયોગથી રાત્રિના સમયે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ કાર્યવાહી દરમિયાન પૂરતા પુરાવા એકત્રિત કર્યા બાદ જ ધરપકડ કરવામાં આવી છે. હાલ ઝડપાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અનેક ઇન્સ્ટાગ્રામ આઈડી અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટની ઓળખ કરવામાં આવી છે. વન વિભાગ હવે આ એકાઉન્ટના સંચાલકો, વીડિયો બનાવનારા અને તેને વાયરલ કરવામાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસી રહ્યું છે. જરૂર પડશે તો વધુ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : હિંસક પશુઓના હુમલાઓ વચ્ચે વન રક્ષક કર્મચારીઓની મોટી રજૂઆત, વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને લખ્યો પત્ર

ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ

વન વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, વન્યજીવોને ખલેલ પહોંચાડવી અથવા સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે આવા વીડિયો બનાવવાની પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ગીરના વન્યજીવોની સુરક્ષા અને જંગલના નિયમોનું પાલન કરાવવા માટે આવનારા સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગીર (પૂર્વ) વન વિભાગની આ કાર્યવાહી બાદ વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવેશ ન કરે અને વન્યજીવોના સંરક્ષણ માટે બનાવવામાં આવેલા નિયમોનું

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Forest Forest Department Lion Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ