બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત વાળા વેપારી મહેશ ગઢીયાના સૂર ફરી બદલાયા, બોલ્યા- "અધિકારીઓને સ્ટીલના કીડા પડે"

રોષ / સુરત વાળા વેપારી મહેશ ગઢીયાના સૂર ફરી બદલાયા, બોલ્યા- "અધિકારીઓને સ્ટીલના કીડા પડે"

Vishal Khamar

Last Updated: 05:43 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેશ ગઢીયાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને કહ્યું કે, સીટકોવાળા અમને હજુ હેરાન કરે છે. મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અને સીટકોના કારણે હજુ પણ વેપારીઓ પરેશાન થાય છે.

સુરતના વરાછા વિસ્તારના યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ ઘટનાને લઈને વેપારી મહેશ ગઢીયાના સતત ત્રણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પ્રથમ વીડિયોમાં તેમણે મનપાના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, બીજા વીડિયોમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં અગાઉના નિવેદનને ગુસ્સામાં આપેલું ગણાવ્યું હતું, જ્યારે હવે ત્રીજા વીડિયોમાં તેમણે ફરી તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે સવાલો ઉઠાવ્યા છે.

પૂર બાદ વેપારીઓમાં ભારે રોષ

યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા અનેક દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓનો દાવો છે. આ ઘટનાના પગલે મહેશ ગઢીયાએ 8 જુલાઈએ વીડિયો જાહેર કરીને સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે અગાઉથી રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવ્યાનો આક્ષેપ કર્યો હતો.

બીજા જ દિવસે બદલાયો અંદાજ

પ્રથમ વીડિયો વાયરલ થયા બાદ 9 જુલાઈએ મહેશ ગઢીયા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત દરમિયાન જોવા મળ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જે નિવેદન આપ્યું હતું તે નુકસાન અને પરિસ્થિતિના આક્રોશમાં આપ્યું હતું. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યો હતો.

હવે ફરી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ

તાજેતરમાં સામે આવેલા નવા વીડિયોમાં મહેશ ગઢીયાએ રેલવે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી સીટકો (SITCO) કંપની અને તેના કોન્ટ્રાક્ટર જીએચવી (GHV) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, યશ પ્લાઝા પાસે રસ્તો લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો અને હાલ વેપારીઓ દુકાનોની સફાઈ કરી રહ્યા હોવા છતાં ઉપર ચાલી રહેલા સ્લેબના કામનું ગંદુ પાણી દુકાનોમાં આવી રહ્યું છે.

વિડિયોમાં મહેશ ગઢીયાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? તેમણે એવો પણ દાવો કર્યો કે, ડેપ્યુટી કલેક્ટરના હસ્તક્ષેપ બાદ હાલ માટે કામ અટકાવવામાં આવ્યું છે, પરંતુ વેપારીઓને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ

મહેશ ગઢીયાએ માંગ કરી છે કે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી વેપારીઓને આવી મુશ્કેલીઓમાંથી મુક્તિ નહીં મળે.

આ પણ વાંચોઃ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ

વેપારીના સતત ત્રણ વીડિયોએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. એક તરફ તેમના બદલાતા નિવેદનોને લઈને ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ પૂર બાદ વેપારીઓને ભોગવવી પડી રહેલી સમસ્યાઓ અને તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yash Plaza flood Varachha news Surat flood
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ