બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / કલોલમાં હાર્દિક ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો! પડોશી દંપતીની ધરપકડ, ગળું દબાવી કરી હત્યા

ગાંધીનગર / કલોલમાં હાર્દિક ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો! પડોશી દંપતીની ધરપકડ, ગળું દબાવી કરી હત્યા

Vishal Khamar

Last Updated: 06:31 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલોલના ધેધુ ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. યુવક હાર્દિક ઠાકોરની હત્યા કરનર દંપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના એક ગામમાં 20 વર્ષીય કોલેજિયનની ગળું દબાવીને કરાયેલી હત્યાના કેસમાં પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક યુવક દ્વારા પરિણીત મહિલાનો ન્હાતો વીડિયો બનાવી તેને આધારે બ્લેકમેઇલ કરવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ તમામ આરોપોની પોલીસ તપાસ ચાલુ છે અને અંતિમ સત્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

દુપટ્ટા અને કેબલ વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી

પોલીસના જણાવ્યા મુજબ, યુવકની દુપટ્ટા અને કેબલ વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને સફેદ કોથળામાં ભરી આરોપી દંપતી ઘર પર તાળું મારી ફરાર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને બાદમાં દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક અને આરોપી મહિલા એક જ ગામમાં રહેતા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં યુવકે મહિલાનો ખાનગી વીડિયો બનાવી તેને આધારે શારીરિક સંબંધ માટે દબાણ કર્યાની શંકા છે. મહિલાએ આ અંગે બાદમાં પોતાના પતિને જાણ કરી હતી, જેના કારણે દંપતી અને યુવક વચ્ચે તણાવ વધ્યો હતો.

મહિલાએ યુવકને ફોન કરીને ઘરે બોલાવ્યો

પોલીસ તપાસ મુજબ, ઘટનાના દિવસે મહિલાએ યુવકને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. તે સમયે આરોપી પતિ બહાર ગયો હોવાનો દેખાવ કરીને નીકળ્યો હતો. યુવક ઘરમાં પહોંચ્યા બાદ પૂર્વનિયોજિત યોજના મુજબ પતિએ ઘરે આવી બંનેએ મળીને તેની હત્યા કરી હોવાનો આરોપ છે.

મૃતક કોલેજમાં અભ્યાસ કરતો હતો

મૃતક હાર્દિક માણસાની એસ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સાથે માણસા કોર્ટમાં પોતાના સગા વકીલ સાથે મદદરૂપ બનતો હતો. ઘટનાના દિવસે તેણે પોતાના પિતાને ફોન કરીને જમીન જોવા જવાની વાત પણ કરી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાના કારણે મોત થયાનું સ્પષ્ટ

કલોલના ડીવાયએસપી આર. એમ. સરોદેએ જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાના કારણે મોત થયાનું સ્પષ્ટ થયું છે.

આર.એમ. સરોદે (DYSP, કલોલ)

વીડિયો આધારે બ્લેકમેઇલ થતો હોવાનો દાવો

તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે જે વીડિયો આધારે બ્લેકમેઇલ થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે વીડિયો આરોપી દંપતીએ જોયો પણ નહોતો. હત્યા બાદ આરોપી પતિએ મૃતકનો મોબાઇલ ફોન તોડી રસ્તામાં ફેંકી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ ડિજિટલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચોઃ સુરત વાળા વેપારી મહેશ ગઢીયાના સૂર ફરી બદલાયા, બોલ્યા- "અધિકારીઓને સ્ટીલના કીડા પડે"

પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ડિજિટલ તેમજ ફોરેન્સિક પુરાવાના આધારે કેસની આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalol murder news Gandhinagar latest news Gujarat police
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ