બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું ત્રીજું વિશ્વયુદ્ધ કલ્કિ અવતારની નિશાની? ચોંકાવનારી ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શું ત્રીજું વિશ્વયુદ્ધ કલ્કિ અવતારની નિશાની? ચોંકાવનારી ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં

Last Updated: 05:53 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથો 'ભવિષ્યમાલિકા' અને 'કાલજ્ઞાનમ' માં ત્રીજા વિશ્વ યુદ્ધ અને ભગવાન વિષ્ણુના દશમા અવતાર એટલે કે 'કલ્કિ અવતાર' ને લઈને અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જે આજના સમયમાં ચર્ચાનો વિષય બની છે.

1/5

photoStories-logo

1. શું ત્રીજું વિશ્વયુદ્ધ કલ્કિ અવતારની નિશાની? ચોંકાવનારી ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં

હિન્દુ ધર્મના અનેક પવિત્ર ગ્રંથોમાં ભવિષ્ય અને યુગ પરિવર્તનને લઈને ઘણી રોચક વાતો અને ગૂઢ રહસ્યો જણાવવામાં આવ્યા છે. આ કડીમાં કેટલાક વિશેષ અને પ્રાચીન ગ્રંથો જેવા કે બ્રહ્મર્ષિ પોતુલુરી વીરબ્રહ્મેન્દ્ર સ્વામી દ્વારા રચિત 'કાલજ્ઞાનમ' (Kalagnanam) અને ઓડિશાના પંચસખા સંતો દ્વારા લખાયેલી 'ભવિષ્યમાલિકા' (Bhavishya Malika) ખૂબ જ પ્રચલિત છે. ખાસ કરીને ઓડિશાના પ્રખ્યાત સંત અચ્યુતાનંદ દાસે આ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર 'ભગવાન કલ્કિ' (Lord Kalki) ના આગમન અને પૃથ્વી પર થનારા મોટા ફેરફારો વિશે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વિનાશકારી મહાયુદ્ધનો ઉલ્લેખ

આ પ્રાચીન ભવિષ્યવાણીઓમાં એક અત્યંત ભયાનક અને વિનાશકારી મહાયુદ્ધનો ઉલ્લેખ મળે છે, જેને આજના સમયના વિશ્લેષકો 'ત્રીજા વિશ્વ યુદ્ધ' (World War 3) તરીકે જોડીને જોઈ રહ્યા છે. ગ્રંથો અનુસાર, આ કોઈ સામાન્ય સૈન્ય યુદ્ધ નહીં હોય, પરંતુ પૃથ્વી પર ધર્મ અને અધર્મ વચ્ચે થનારો એક નિર્ણાયક અને આખરી સંઘર્ષ હશે. એવું માનવામાં આવે છે કે જ્યારે દુનિયામાં પાપ, અન્યાય અને અત્યાચાર પોતાની ચરમસીમાએ પહોંચી જશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ સ્વરૂપે પ્રગટ થઈને આ અધર્મનો સમૂળગો નાશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ત્રીજા વિશ્વ યુદ્ધ અંગેની ડરામણી ભવિષ્યવાણી

'ભવિષ્યમાલિકા' અને 'કાલજ્ઞાનમ' માં આ ભાવી યુદ્ધને લઈને કેટલીક ચોંકાવનારી વાતો કહેવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓ અનુસાર ,યુદ્ધ દરમિયાન પરિસ્થિતિ એટલી હદે વણસી જશે કે પૃથ્વીની હવા પણ ઝેરીલી બની શકે છે. વૈશ્વિક સ્તરે લોકોને ખાવા-પીવાની અને અન્નની ભારે અછત (દુષ્કાળ) નો સામનો કરવો પડશે અને ચારેય તરફ અફરાતફરી મચી જશે. કેટલીક જગ્યાએ આકાશમાં 'બે સૂર્ય' જેવો પ્રચંડ પ્રકાશ દેખાશે, જેને આધુનિક વૈજ્ઞાનિક પરિભાષામાં કોઈ મોટા પરમાણુ વિસ્ફોટ અથવા અસાધારણ ખગોળીય ઘટના સાથે જોડવામાં આવે છે. જ્યારે દુનિયાના ઘણા શક્તિશાળી અને વિકસિત દેશો આ યુદ્ધમાં સંપૂર્ણપણે બરબાદ થઈ જશે, ત્યારે ભારત એકમાત્ર સુરક્ષિત અને શાંતિપૂર્ણ સ્થાન તરીકે ઉભરી આવશે. તે સમયે ભારતનું નેતૃત્વ અત્યંત મજબૂત હશે અને વૈશ્વિક સ્તરે દેશનું માન-સન્માન ખૂબ વધશે. સંત અચ્યુતાનંદ દાસના જણાવ્યા મુજબ, આ ભયાનક યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે. તેમણે આ યુદ્ધની ચોક્કસ અવધિ આશરે 6 વર્ષ અને 6 ૬ મહિનાની બતાવી છે. આ સાથે જ યુદ્ધમાં એવા ખતરનાક અને અદ્રશ્ય શસ્ત્રોના ઉપયોગનો ઉલ્લેખ છે, જેનાથી દુનિયાની મોટી વસ્તી પ્રભાવિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ક્યારે અને કયા સ્વરૂપમાં પ્રગટ થશે ભગવાન કલ્કિ?

ભગવાન કલ્કિના અવતારને લઈને ગ્રંથોમાં સામાન્ય માન્યતાઓથી અલગ અને રહસ્યમય સંકેતો આપવામાં આવ્યા છે. ગ્રંથો અનુસાર, ભગવાન કલ્કિ હાલમાં આ ધરતી પર જ 'ગુપ્ત સ્વરૂપે' બિરાજમાન છે. તેઓ એક સામાન્ય મનુષ્યની જેમ જીવન વિતાવી રહ્યા છે અને યોગ્ય સમય (ધર્મ સંકટ) ની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેઓ પોતાની દિવ્ય શક્તિઓ દુનિયા સમક્ષ પ્રગટ કરશે. જ્યારે સજ્જન અને સારા લોકો માટે પૃથ્વી પર જીવવું અશક્ય બની જશે, ત્યારે તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવશે. તેમના સ્વરૂપ વિશે વર્ણન છે કે તેઓ એક દિવ્ય સફેદ ઘોડા (દેવદત્ત) પર સવાર હશે અને તેમના હાથમાં વીજળીની જેમ ચમકતી તલવાર હશે, જેનાથી તેઓ પૃથ્વી પરથી દુષ્ટોનો સંહાર કરશે.ભવિષ્યમાલિકામાં એવું પણ કહેવાયું છે કે આ ધર્મયુદ્ધમાં તેઓ એકલા નહીં હોય. તેમની સાથે અદ્રશ્ય અને દિવ્ય શક્તિઓ જેવી કે 'પંચસખા' અને '64 યોગિનીઓ' (64 Yoginis) પણ હશે, જેઓ અધર્મનો નાશ કરવામાં તેમની સહાયક બનશે. અંતે કળિયુગના અંધકારનો અંત લાવીને તેઓ એક નવા યુગની શરૂઆત કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. યુદ્ધ પછી આવશે સુવર્ણ યુગ (સતયુગ)

આ મહાવિનાશ બાદ પૃથ્વી પર સુવર્ણ યુગ એટલે કે 'સતયુગ' (Satya Yuga) ની સ્થાપના થશે. ભવિષ્યવાણી મુજબ, આ મહામારી અને યુદ્ધમાંથી માત્ર એવા જ લોકો જીવિત બચી શકશે જેઓ સત્ય, અહિંસા અને ઈશ્વરમાં અતુટ શ્રદ્ધા ધરાવતા હશે. આ વિનાશ પછી પૃથ્વીનું સમગ્ર વાતાવરણ શુદ્ધ થઈ જશે, વૈશ્વિક બીમારીઓ નાબૂદ થશે અને મનુષ્યનું આયુષ્ય ફરીથી વધવા લાગશે. પ્રકૃતિ ફરી એકવાર સંપૂર્ણ સંતુલન પ્રાપ્ત કરશે. સમાજમાંથી જાતિવાદ, ભેદભાવ અને સંપ્રદાયોના વિવાદો હંમેશા માટે ખતમ થઈ જશે અને સમગ્ર વિશ્વમાં માત્ર એક જ સત્યનું પાલન થશે, જેને 'સનાતન ધર્મ' કહેવામાં આવ્યો છે. પૃથ્વી પર ફરીથી માત્ર પ્રેમ, શાંતિ અને ભાઈચારો સ્થાપિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WorldWar3 BhavishyaMalika KalkiAvatar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ