બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી બેંકો આ બાબતે ચાર્જ નહીં વસૂલી શકે, બેંકોને RBIએ આપ્યો ₹300 કરોડનો ફટકો
Last Updated: 08:17 PM, 8 July 2026
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની થી ગાઈડલાઈન બેંકોની કમાણી પર અસર પડી શકે છે. જેમાં કસ્ટરમરને મોકલાતા ફિક્સ SMS એલર્ટ માટે ફી વસૂલવા પર પ્રતિબંધ બેંકોની વાર્ષિક ફી આવક 300 કરોડ સુધી ઘટાડી શકે છે. જેનાથી કસ્ટરમરને રાહત મળશે કેમ કે તેમને હવે આવા SMS માટે અલગથી પેમેન્ટ કરવાનું નહીં રહે. જેમાં 24 જૂનના રોજ બહાર પાડવામા આવેલા નિર્દેશમાં RBI એ જણાવ્યું હતું કે બેંકો પાલન, એવેરનેસ, પ્રમોશનલ પ્રમોશનલ હેતુઓ સંબંધિત SMS એલર્ટ માટે કસ્ટરમર પાસેથી ચાર્જ ન લઈ શકે. અત્યાર સુધી મોટાભાગની બેંકો આ મેસેજના ખર્ચને આવરી લેવા માટે કસ્ટરમર પાસેથી 15 થી 18 રૂપિયા પ્રતિ ક્વોર્ટર SMS ફી વસૂલતી હતી.
ADVERTISEMENT
RBI એ 500 રૂપિયા કે તેથી ઓછા ટ્રાન્જેક્શન માટે SMS એલર્ટની જરૂરિયાતમાંથી પણ બેંકોને મુક્તિ આપી છે. મતલબ કે બેંકો આવા નાના ટ્રાન્જેક્શન માટે SMS ને બદલે બીજા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી શકે છે. પણ HDFC બેંક, ICICI બેંક, Axis Bank અને Kotak Mahindra Bank જેવી મોટી ખાનગી બેંકો અત્યાર પુરતી માટે આ સુવિધા ચાલુ રાખી શકે છે.
ADVERTISEMENT
આ અંગે એક્સપર્ટ કહે છે કે, બેંકો હવે કસ્ટરમર પાસેથી SMS માટે સીધો ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં તેઓ બીજી ફીથી આની ભરપાઈ કરી શકે છે. જેમાં એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જ, મિનિમમ બેલેન્સ ફી કે બીજી બેંકિંગ ફીનો સમાવેશ થઈ શકે છે. જો કોઈ મોટી બેંકમાં આશરે 5 કરોડ ફી ચૂકવનારા ગ્રાહકો હોય તો SMS ફી બંધ કરવાથી વાર્ષિક આવકમાં આશરે 360 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
RBIના નિર્ણયની અસર માત્ર બેંકો સુધી લિમિટેડ નહીં રહે. કેમ કે ભારતમાં દર મહિને 60 થી 80 અબજ કોમર્શિયલ SMS મોકલવામાં આવે છે. જેમાંથી મોટી સંખ્યા નાના મૂલ્યના ટ્રાન્જેક્શન સાથે સંબંધિત હોય છે. જો બેંકો 500 રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન માટે SMS મોકલવાનું ઘટાડશે તો ટેલિકોમ કંપનીઓનો SMS બિઝનેસ પણ ઘટી શકે છે.
ADVERTISEMENT
RBI એ બેંકોને Google RCS, WhatsApp, ઇન-એપ એલર્ટ અને મોબાઇલ પુશ નોટિફિકેશન જેવા ડિજિટલ ઓપ્શનને એપ્રુવ્ડ ચેનલો તરીકે ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી છે. જેથી ભવિષ્યમાં બેંકો ગ્રાહકોને માહિતી પહોંચાડવા માટે આ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.