બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / MS Dhoni 45th Birthday: MS ધોની ફોન કેમ નથી ઉપાડતો, આજે માહીના જન્મદિવસે જાણો 7 આશ્ચર્યજનક તથ્યો
Last Updated: 09:00 AM, 7 July 2026
કેપ્ટન કૂલ' તરીકે ઓળખાતા એમએસ ધોનીએ ભારતીય ક્રિકેટને અનેક ઐતિહાસિક જીત અપાવી છે. તેમની શાંત વિચારશૈલી અને નિર્ણાયક નેતૃત્વએ તેમને વિશ્વ ક્રિકેટમાં અલગ ઓળખ આપી છે. જોકે ક્રિકેટ સિવાય પણ તેમની જિંદગીના અનેક એવા પાસાઓ છે જે ચાહકોને આશ્ચર્યચકિત કરી શકે છે. તેમના 45મા જન્મદિવસે જાણીએ ધોની સાથે જોડાયેલા 7 રસપ્રદ તથ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધોની વિશે ક્રિકેટ જગતમાં એક વાત ઘણી જાણીતી છે કે તેઓ ઘણી વખત ફોન રિસીવ કરતા નથી. વિરાટ કોહલી, વીવીએસ લક્ષ્મણ અને સુરેશ રૈના જેવા ઘણા ખેલાડીઓ પણ આ અંગે મજાકમાં ફરિયાદ કરી ચૂક્યા છે. એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ કહ્યું હતું કે તેમને ટેક્નોલોજીનો વધારે શોખ નથી અને તેઓ ફોનનો ઉપયોગ ખૂબ મર્યાદિત રીતે કરે છે. આ કારણે ઘણી વખત લોકોનો સંપર્ક તેમની સાથે થઈ શકતો નથી.

ADVERTISEMENT
2011માં ભારતને વર્લ્ડ કપ અપાવ્યા બાદ ધોનીને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક આપવામાં આવી હતી. પરંતુ ધોની માત્ર સન્માનથી સંતોષ માનનાર વ્યક્તિ નહોતા. વર્ષ 2015માં તેમણે પેરાશૂટ રેજિમેન્ટની ટ્રેનિંગ લીધી અને આગ્રા એરફોર્સ સ્ટેશન પરથી AN-32 વિમાનમાંથી 15 હજાર ફૂટની ઊંચાઈએથી પાંચ સફળ જમ્પ કર્યા હતા.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરતાં પહેલાં ધોનીએ ભારતીય રેલવેમાં નોકરી કરી હતી. વર્ષ 2001થી 2003 દરમિયાન તેઓ ખડગપુર રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર (TTE) તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે તેમનો પ્રથમ પગાર આશરે 3 હજાર રૂપિયા હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 4 બોલમાં 4 વિકેટ... શનાકાએ MLC માં રચ્યો ઈતિહાસ, લાસ્ટ ઓવરમાં બાજી પલટી
ADVERTISEMENT
કારકિર્દીની શરૂઆતમાં ધોનીના લાંબા વાળ ખૂબ લોકપ્રિય બન્યા હતા. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ તેમના વાળની પ્રશંસા કરી હતી. ધોનીએ એક વખત ખુલાસો કર્યો હતો કે તેઓ અભિનેતા જ્હોન અબ્રાહમના મોટા ચાહક હતા અને તેમને જોઈને જ લાંબા વાળ રાખવાનું શરૂ કર્યું હતું.
એક સમય એવી ચર્ચા હતી કે ધોની રોજ 4થી 5 લીટર દૂધ પી જાય છે. જોકે બાદમાં ધોનીએ આ વાતને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમને દૂધ, ચોકલેટ અને મિલ્ક શેક ખૂબ પસંદ છે અને તેઓ રોજ અંદાજે 1 લીટર જેટલું દૂધ અથવા શેક લેતા હતા.
બાળપણમાં ધોનીને ક્રિકેટ કરતાં ફૂટબોલ અને બેડમિન્ટન વધુ ગમતા હતા. તેઓ સ્કૂલની ફૂટબોલ ટીમમાં ગોલકીપર હતા. તેમની ગોલકીપિંગથી પ્રભાવિત થઈને એક શિક્ષકે તેમને ક્રિકેટમાં વિકેટકીપિંગ અજમાવવા કહ્યું. આ નિર્ણયે ભારતીય ક્રિકેટને ઇતિહાસનો સૌથી સફળ વિકેટકીપર આપ્યો.
ધોની પાસે અનેક મોંઘી કાર હોવા છતાં તેમની સૌથી મોટી પસંદગી બાઇક્સ છે. રાંચીમાં આવેલા તેમના ફાર્મહાઉસમાં 150થી વધુ બાઇક્સનો વિશાળ સંગ્રહ છે. તેમાં જૂની રાજદૂતથી લઈને યામાહા RD350 જેવી ક્લાસિક બાઇક્સ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે ધોની આજે પણ પોતાની બાઇક્સને જાતે સાફ અને મેન્ટેન કરવાનું પસંદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.