બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / ખાદ્ય તેલના ભાવમાં સતત તેજી, 3 દિવસમાં સીંગતેલના ડબ્બામાં ₹50નો વધારો

મોંઘવારી / ખાદ્ય તેલના ભાવમાં સતત તેજી, 3 દિવસમાં સીંગતેલના ડબ્બામાં ₹50નો વધારો

Priykant Shrimali

Last Updated: 08:32 AM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Edible Oil Price Hike : રાજકોટ સહિત રાજ્યના ખાદ્ય તેલના બજારમાં ભાવવધારો યથાવત, જાણો આજના ભાવ

Edible Oil Price Hike : ચોમાસામાં વરસાદ વચ્ચે જો તમે પણ ભજયા ખાવાના શોખીન હોય તો હવે તમને ભજીયા કે ગરમ વસ્તુ ખાવી મોંઘી પડી શકે છે. વાસ્તવમાં સિંગતેલના ભાવમાં ફરી એકવઆર વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત રાજ્યના ખાદ્ય તેલના બજારમાં ભાવવધારો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સીંગતેલના એક ડબ્બાના ભાવમાં કુલ ₹50નો વધારો નોંધાયો છે.

આજે પણ સીંગતેલના ડબ્બે ₹10નો વધારો થતાં બજારમાં તેનો ભાવ ₹2,710થી વધીને ₹2,760ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અને કાચા માલની મર્યાદિત આવકના કારણે ખાદ્ય તેલના ભાવ પર અસર જોવા મળી રહી છે. પુરવઠામાં ઘટાડો થતાં બજારમાં ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ વરસાદ નોંધાયો

માત્ર સીંગતેલ જ નહીં, કપાસીયા તેલના ભાવમાં પણ છેલ્લા બે દિવસમાં ₹20નો વધારો નોંધાયો છે. હાલ કપાસીયા તેલનો એક ડબ્બો ₹2,590થી ₹2,640ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. તે ઉપરાંત પામોલીન તેલના ભાવમાં પણ આજે ₹10નો વધારો થયો છે. હાલમાં પામોલીન તેલનો ડબ્બો ₹2,330થી ₹2,340ની આસપાસ વેચાઈ રહ્યો છે. ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવને કારણે ઘરેલુ બજેટ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કાચા માલની આવક અને બજારની સ્થિતિના આધારે ભાવમાં વધુ ફેરફાર થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Edible Oil Price Hike Groundnut Oil Edible Oil
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ