બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Celebs Multiple Wedding: ફક્ત આમિર ખાન જ નહીં... આ સેલિબ્રિટીઝે પણ ત્રણ લગ્ન કર્યા છે
9 ફોટો ગેલેરી
Last Updated: 08:12 PM, 5 July 2026
1/9
આમિર ખાને આજે ત્રીજા લગ્ન કર્યા છે. જેમાં તેને ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે. જેમાં તેમને અગાઉ રીના દત્તા અને કિરણ રાવ સાથે લગ્ન કાર્ય હતા. પણ તેમને છૂટાછેડા આપી દીધા છે. બોલીવુડથી લઈને સાઉથ સુધી એવી ઘણી સેલિબ્રિટી છે જેમણે ત્રણ વખત લગ્ન કર્યા છે. ચાલો તેમના વિષે જાણીએ.
2/9
બોલિવૂડ એક્ટર સંજય દત્તે પણ ત્રણ વખત લગ્ન કર્યા છે. સંજય દત્તેપહેલા લગ્ન 1987 માં રિચા શર્મા સાથે કર્યા હતા પરંતુ તેનું 1996 માં બ્રેઈન ટ્યુમરના લીધે અવસાન થયું હતું. ત્યાર બાદ સંજય દત્તે 1998 માં મોડેલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા પણ તેઓ 2008 માં અલગ થયા હતા. ત્યારબાદ સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા હતા.
3/9
સિંગર અદનાન સામીએ વર્ષ 1993 માં પાકિસ્તાની એક્ટ્રેસ ઝેબા બખ્તિયાર સાથે લગ્ન કર્યા હતા અને 1997 માં તેમના છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ તેને વર્ષ 2001 માં સબા ગલાદરી સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન પણ એક વર્ષ બાદ છૂટાછેડામાં પરિવર્તિત થયા હતા. બાદમાં વર્ષ 2010 માં અદનાન સામીએ રોયા સામી ખાન સાથે લગ્ન કર્યા હતા.
4/9
ટીવી અને બોલિવૂડ બંનેમાં પોતાનું નામ બનાવનાર એક્ટર કરણ સિંહ ગ્રોવર ત્રણ વાર લગ્ન કરી ચૂક્યો છે. વર્ષ 2008માં શ્રદ્ધા નિગમ સાથે તેને પહેલા લગ્ન કર્યા પરંતુ તે એક વર્ષ પણ ટક્યા નહીં. ત્યાર બાદ તેને 2012 માં જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2014માં તેઓ અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ 2016માં કરણ સિંહ ગ્રોવરે ફેમસ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા હતા.
5/9
ફેમસ સિંગર લકી અલીએ પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. પણ તેમને ત્રણેય લગ્નોમાં છૂટાછેડા થયા છે. જેમાં તેના પહેલા લગ્ન ઈન્ડો-બ્રિટિશ મોડેલ મેઘન જેન મેકક્લેરી સાથે થયા હતા. ત્યારબાદ તેને 2010માં પર્શિયન મહિલા ઈનાયા સાથે લગ્ન કર્યા હતા. અને વર્ષ 2017માં બ્રિટિશ મોડેલ કેટ એલિઝાબેથ હલમ સાથે લગ્ન કર્યા હતા.
6/9
ફેમસ બોલિવૂડ ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરાએ પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન વર્ષ 1976માં રેણુ સલુજા સાથે થયા હતા. વર્ષ 1983માં તેમના છૂટાછેડા થયા હતા. તેમના બીજા લગ્ન 1985માં શબનમ સુખદેવ સાથે થયા હતા જે લગ્ન 1989 સુધી ચાલ્યા હતા. ત્યારબાદ તેમણે 1990માં ફિલ્મ ક્રિટીક અનુપમા ચોપરા સાથે લગ્ન કર્યા હતા.
7/9
ફેમસ એક્ટ્રેસ અને પોલિટિશિયન રાધીકા સરથકુમારે પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. જેમાં વર્ષ 1985 માં તેમને એક્ટર પ્રતાપ પોથેન સાથે લગ્ન કર્યા હતા પરંતુ એક વર્ષ બાદતેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેમને 1990 માં બ્રિટિશ નાગરિક રિચાર્ડ હાર્ડી સાથે લગ્ન કર્યા, પરંતુ તેઓ 1992 માં અલગ થઈ ગયા. પછી વર્ષ 2001 માં એક્ટર અને પોલિટિશિયન આર. સરથકુમાર સાથે લગ્ન કર્યા હતા.
8/9
સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન વર્ષ 1997માં નંદિની સાથે થયા હતા. ત્યારબાદ વર્ષ 2008માં કાયદેસર રીતે છૂટાછેડા લીધા હતા. પવન કલ્યાણે 2009અભિનેત્રી રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ 2012માં અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ તેને વર્ષ 2013માં રશિયન મોડેલ અને એક્ટ્રેસ અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા હતા.
9/9
પ્રોસેનજીત ચેટર્જી એક એક્ટર અને ફિલ્મ મેકર છે, તેઓ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમના પહેલા લગ્ન 1992 માં દેબાશ્રી રોય સાથે થયા હતા.પણ તેઓ 1995 માં અલગ થઈ ગયા હતા. વર્ષ1997 માં તેમને અપર્ણા ગુહાઠાકુર્તા સાથે લગ્ન કર્યા પરંતુ લગભગ એક વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. પછી 2002 માં પ્રોસેનજીત ચેટર્જીએ બંગાળી એક્ટ્રેસ અર્પિતા પાલ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ