બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટનો ચુકાદો, 38ને ફાંસી અને 11ને આજીવન કેદ મામલે થશે નિર્ણય

ગુજરાત / 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટનો ચુકાદો, 38ને ફાંસી અને 11ને આજીવન કેદ મામલે થશે નિર્ણય

Nidhi Panchal

Last Updated: 07:09 AM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

18 વર્ષ પહેલા અમદાવાદમાં થયેલા ભયાનક સિરિયલ બ્લાસ્ટે 56 નિર્દોષ લોકોના જીવ લીધા હતા, જેની પીડા આજે પણ અનેક પરિવારોના દિલમાં તાજી છે. હવે વર્ષો બાદ આજે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવશે, જેના પર પીડિત પરિવારો, આરોપીઓ અને સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

26 જુલાઈ, 2008નો દિવસ અમદાવાદ માટે ક્યારેય ભૂલી શકાય એવો નથી. શહેરના 20 સ્થળોએ થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. હવે લગભગ 18 વર્ષ બાદ આ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપશે. સેશન્સ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે 48 આરોપીઓએ સજા સામે અપીલ દાખલ કરી હતી. આજે આવનારા આ નિર્ણય પર પીડિત પરિવારો, આરોપીઓ અને સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે.

highcourt-blast-case

18 ફેબ્રુઆરી 2022માં આરોપીઓને સંભળાવી હતી સજા

આ કેસમાં સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આરોપીઓને સજા સંભળાવી હતી. કોર્ટના ચુકાદા મુજબ 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. ફાંસીની સજાની કાનૂની પુષ્ટિ માટે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજી તરફ, સજા પામેલા 48 આરોપીઓએ પણ સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ હાઈકોર્ટમાં કરી હતી. આ તમામ અરજીઓ પર આજે હાઈકોર્ટ પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે.

ahm-blast

કેસની શરૂઆત ક્યારે થઇ હતી ?

આ સમગ્ર કેસની શરૂઆત 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરમાં થયેલા ભયાનક સિરિયલ બ્લાસ્ટથી થઈ હતી. તે દિવસે શહેરના કુલ 20 અલગ-અલગ સ્થળોએ 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ગુજરાતના ઇતિહાસના સૌથી ગંભીર આતંકી હુમલાઓમાંની એક માનવામાં આવે છે.

આ પણ વાંચો : જગતના તાત સાથે દગો, માર્કેટમાં ફરતાં હતાં નકલી બિયારણ અને ખાતર, અમરેલીમાંથી 4ને દબોચ્યા

રાજ્ય અને કેન્દ્રની તપાસ એજન્સીઓએ વ્યાપક તપાસ હાથ ધરી હતી

બ્લાસ્ટ બાદ રાજ્ય અને કેન્દ્રની તપાસ એજન્સીઓએ વ્યાપક તપાસ હાથ ધરી હતી. લાંબી તપાસ, પુરાવા, સાક્ષીઓ અને કોર્ટમાં ચાલેલી સુનાવણી બાદ સેશન્સ કોર્ટે વર્ષ 2022માં આરોપીઓને સજા સંભળાવી હતી. ત્યારબાદ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જ્યારે 48 આરોપીઓએ સજા સામે અપીલ દાખલ કરી હતી. આ તમામ મુદ્દાઓ પર આજે હાઈકોર્ટનો નિર્ણય જાહેર થવાનો હોવાથી આ કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat High Court Ahmedabad Blast Case Serial Blast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ