બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે સુરત-ભાવનગરમાં અતિભારે વરસાદ, જાણો ક્યાં પડશે સૌથી વધુ વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / આજે સુરત-ભાવનગરમાં અતિભારે વરસાદ, જાણો ક્યાં પડશે સૌથી વધુ વરસાદ

Last Updated: 06:44 AM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે અને હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે 7 જુલાઈ 2026ના રોજ ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત અમરેલી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો

ગઈકાલે સવારે વરસાદનું જોર થોડું ઓછું થયું હતું, પરંતુ બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ફરીથી તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ઝારખંડ અને તેની આસપાસના ઉત્તર છત્તીસગઢ વિસ્તારમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે અને જરૂર મુજબ નવી આગાહીઓ પણ જાહેર કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આજે અહિંયા પડી શકે છે વરસાદ

આજે ભારે વરસાદ ઉપરાંત રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં પણ વરસાદી વાતાવરણ રહેશે. જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 8થી 12 જુલાઈ 2026 દરમિયાન પણ વરસાદનું જોર

હવામાન વિભાગે 8થી 12 જુલાઈ 2026 દરમિયાન પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર, સુરત અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મુખ્ય શહેરોમાં કેટલો પડશે વરસાદ?

મુખ્ય શહેરોના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ત્યાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની સંભાવના છે. સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહી શકે છે. વડોદરામાં ભારે વરસાદ સાથે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માછીમારો માટે પણ મહત્વની ચેતવણી

માછીમારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મુળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ અને દહેજ સહિત ગુજરાતના દરિયાકાંઠે 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે અને કેટલાક વિસ્તારોમાં 60 કિ.મી. પ્રતિ કલાક સુધીના તેજ પવન ફૂંકાઈ શકે છે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, કચ્છ, પોરબંદર અને વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Gujarat Weather Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ