બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, સુરતને ઘમરોળ્યું, જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો
8 ફોટો ગેલેરી
Last Updated: 11:16 PM, 6 July 2026
1/8
અમદાવાદ શહેરમાં ચોમાસાનું આગમન થતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે કેટલાક માર્ગો પર વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. આગામી કલાકોમાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2/8
ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઈ ગયો. હાલ ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય નદીના પટમાં અવર-જવર નરરવા અપીલ કરાઈ છે.
3/8
નર્મદા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. રાજપીપળા શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજપીપળા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વાવડી, વડિયા, ગોપાલપુરા, થરી, ખૂટઆંબા અને વિશાલ ખાડી સહિતના ગામોમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.
4/8
પાટણ જિલ્લામાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે પણ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. સમી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી. વરાણા, માંડવી અને નાની ચંદુર ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે જાખેલ, દાઉદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી હતી. વરસાદના પગલે નદી-તળાવો અને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક શરૂ થતાં પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. સતત વરસી રહેલા વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સારા પાકની આશા વધુ મજબૂત બની છે.
5/8
બનાસકાંઠા જિલ્લાના દિયોદર સહિત વાવ-થરાદ પંથકમાં અચાનક ભારે પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી તેમજ હોર્ડિંગ્સ અને ટીનના શેડને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ભારે પવનના કારણે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે, જે સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવે છે
6/8
અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થઈ ગયો.વીજળીના કડાકા-ભડાકા સાથે મૂશળધાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા.આ સિવાય લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી.
7/8
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાહ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી છે. તાલુકામાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા રાહ-ધાનેરા હાઇવે પર અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે, લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વાવણી લાયક વરસાદ મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને હવે ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
8/8
સુરત શહેરમાં 4.41 ઈંચ વરસાદ વરસ્યો, વાપીમાં 4.13 ઈંચ વરસાદ વરસ્યો, પારડીમાં 4.09 ઈંચ વરસાદ વરસ્યો, ખાનપુરમાં 3.86 ઈંચ વરસાદ વરસ્યો, સાગબારામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો, રાધનપુરમાં 2.99 ઈંચ વરસાદ વરસ્યો, નાનાપૌંઢામાં 2.99 ઈંચ વરસાદ વરસ્યો, ઉંબરગાવમાં 2.76 ઈંચ વરસાદ વરસ્યો, કપરાડામાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો, વલસાડમાં 2.52 ઈંચ વરસાદ વરસ્યો, સાવરકુંડલામાં 2.48 ઈંચ વરસાદ વરસ્યો, ખેરગામમાં 2.32 ઈંચ વરસાદ વરસ્યો, ચિખલીમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો, ડોલવાણમાં 2.05 ઈંચ વરસાદ વરસ્યો, ગણદેવીમાં 2.01 ઈંચ વરસાદ વરસ્યો, ધરમપુરમાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો, ડાંગમાં 1.89 ઈંચ વરસાદ વરસ્યો, નવસારીમાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો, ભાભરમાં 1.54 ઈંચ વરસાદ વરસ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ