બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, 24 કલાકમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા, કાલે પણ સ્થિતિ વણસી શકે
Last Updated: 11:42 PM, 7 July 2026
Surat Rain News: સુરતમાં મૂશળધાર વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. જેને લઇ જનજીવનને અસર થઇ છે. બે દિવસમાં 12 ઇંચ વરસાદથી આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કરંટ લાગવાથી 4 લોકોના જ્યારે ડૂબવાથી બે ના અને એક મહિલાનું વીજળી પડવાથી મોત થયું છે.
ADVERTISEMENT
સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ, કિરણ હોસ્પિટલની ચારે તરફ કમર સુધી પાણી ભરાયાં#Surat #KiranHospital #HeavyRain #Waterlogging #FloodSituation #Monsoon #VTVDigital pic.twitter.com/IMK7IdiZGH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
સુરત શહેરમાં બે દિવસથી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાના બનાવ પણ બન્યા છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરત શહેરના અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું હોય સ્થિતિ, ડભોલી ચાર રસ્તા પાસે જળબંબાકારની સ્થિતિ, ડભોલીથી કતારગામ સ્ટેશનને જોડતા તમામ રસ્તા પાણીમાં ગરકાવ#Surat #Dabholi #Katargam #HeavyRain #Waterlogging #Monsoon #VTVDigital pic.twitter.com/mSgq3esTCC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
સુરતમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઓલપાડના કુડસદ ગામે એક યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો#Surat #Olpad #Kudsad #HeavyRain #FloodSituation #Monsoon #VTVDigital pic.twitter.com/SKYz83s0NV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
ADVERTISEMENT
સુરતમાં સોમવારે બે કલાકમાં વીજળીના કડાકા સાથે 4 ઇચ વરસાદ પડ્યો હતો તેમજ મંગળવારે પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસતા આખુ શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 24 કલાકમાં 9 લોકોના મોત થઈ ગયા છે અને પશુઓ પણ પાણી સાથે તણાયા છે.
મૂશળધાર વરસાદ બાદ સુરતમાં જળબંબાકારની સ્થિતિ, વરાછા,વેડ રોડ બાદ હવે રાંદેર વિસ્તારમાં પણ પાણી ભરાયા#Surat #Rander #Varachha #VedRoad #HeavyRain #Waterlogging #VTVDigital pic.twitter.com/QecaMbONLt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
ADVERTISEMENT
બસમાં ફસાયેલા મુસાફરોને બચાવાયા
અત્યારે બે ખાડી ભયજનક સપાટી પર વહી રહી છે. કતારગામ, વરાછા, રાંદેર, વેસુ અને પૂણા પાટિયા જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સરથાણા જકાતનાકા પાસેના અંડરપાસમાં ગુજરાત એસટીની બસ ફસાઈ હતી. સરથાણા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોચી બસમાં ફસાયેલા 15 મુસાફરોને બચાવી લીધા હતા.
ADVERTISEMENT
આઈ માતા બ્રિજ પાસે પાણીમાં બસ ફસાઈ, 15 મુસાફરોનું પોલીસે રેસ્ક્યૂ કર્યું#Surat #BusRescue #HeavyRain #PunaPolice #Monsoon #VTVDigital pic.twitter.com/PqCXic9w5L
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
આ પણ વાંચોઃ એલર્ટ જાહેર / દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ડોસવાડા વિયર ડેમ થયો ઓવરફ્લો, 17 ગામ એલર્ટ કરાયાં
ADVERTISEMENT
સુરતમાં આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આપવામાં આવી, આગાહીને પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી.#Surat #SchoolHoliday #RainAlert #HeavyRain #IMD #Monsoon #VTVDigital pic.twitter.com/CidiP5XrTf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2026
વરસાદને કારણે 8 જુલાઇએ સુરત અને વલસાડમાં શાળા-કોલેજોમાં રજા
ભારે વરસાદમાં સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે જેને લઇ સુરતમાં પણ વહીવટી તંત્રની સૂચનાથી 8 જુલાઇએ તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર આગામી બુધવાર 8 જુલાઈ 2026ના જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. અને આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.