બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ડોસવાડા વિયર ડેમ થયો ઓવરફ્લો, 17 ગામ એલર્ટ કરાયાં

એલર્ટ જાહેર / દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ડોસવાડા વિયર ડેમ થયો ઓવરફ્લો, 17 ગામ એલર્ટ કરાયાં

Vishal Khamar

Last Updated: 10:07 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપી જિલ્લામાં ભારે વરસાદથી જળાશયો છલકાયા છે. સિઝનમાં પ્રથમવાર ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 17 ગામને એલર્ટ કરાયા છે.

તાપી જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની ઉપરથી પાણી વહેતા દૃશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

મીંઢોળા નદીમાં પાણી છોડવામાં આવ્યું

ડોસવાડા ડેમમાં પાણીની સપાટી વધતા મીંઢોળા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે.

17 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ

ડેમ ઓવરફ્લો થતાં તાપી જિલ્લાના 17 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવા અને પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ભારે વરસાદને કારણે જિલ્લામાં અન્ય જળાશયોમાં પણ પાણીની આવક વધી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 98.78 લાખનું સોનું ઝડપાયું

પાણીનું સ્તર વધતા પહેલી વખત ખોલાયા મધુબન ડેમના દરવાજા

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થવા પામી હતી. સતત વરસાદથી ડેમમાં પાણીના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. પાણીનું સ્તર વધતા પહેલી વખત મધુબન ડેમના દરવાજા ખોલાયા છે. મધુબન ડેમના 2 દરવાજા 5 મીટર ખોલવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tapi Tapi News Heavy Rain
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ