બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 98.78 લાખનું સોનું ઝડપાયું

કાર્યવાહી / અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 98.78 લાખનું સોનું ઝડપાયું

Vishal Khamar

Last Updated: 09:39 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 729 ગ્રામ સોનું પકડ્યું છે. ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1432 માં મહિલા મુસાફર અમદાવાદ આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફર પાસેથી કુલ 729 ગ્રામ જેટલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની અંદાજિત કિંમત રૂ. 98.78 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમ્યાન સોનાના દાગીના મળી આવ્યા

મળતી માહિતી મુજબ, મહિલા મુસાફર ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-1432 મારફતે અબુધાબીથી અમદાવાદ પહોંચી હતી. એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન તેની પાસેથી સોનાના દાગીના મળી આવ્યા હતા.

22 કેરેટનું 710.9 ગ્રામ અને 18 કેરેટનું 18.1 ગ્રામ સોનું

કસ્ટમ્સ વિભાગે મહિલા પાસેથી બંગડી, હાર, ચેઇન, પાયલ, કાનના ટોપ્સ અને રિંગ સહિતના વિવિધ દાગીના જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે તેમાં 22 કેરેટનું 710.9 ગ્રામ અને 18 કેરેટનું 18.1 ગ્રામ સોનું સામેલ છે.

આ પણ વાંચોઃ દહેગામના હાલીસામાં વીજ પોલ તુટ્યો, કરંટથી મહિલાનું મોત, ગ્રામજનોએ UGVCL સામે કાર્યવાહીની કરી માંગ

હાલ કસ્ટમ્સ વિભાગ દ્વારા મહિલા મુસાફરની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનું લાવવાનો હેતુ, દસ્તાવેજો અને સમગ્ર મામલે અન્ય સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Airport, Ahmedabad Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ