બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 8 આતંકી અંગે મોટો ખુલાસો, પાકિસ્તાન હેન્ડલર સાથે સંપર્કમાં હતા, આતંકીના ઘરમાંથી અનેક પુરાવા મળ્યા

ગુજરાત / 8 આતંકી અંગે મોટો ખુલાસો, પાકિસ્તાન હેન્ડલર સાથે સંપર્કમાં હતા, આતંકીના ઘરમાંથી અનેક પુરાવા મળ્યા

Ajitsinh Jadeja

Last Updated: 09:49 PM, 7 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat ATS: આતંકીઓેએ જૈશ-એ-મોહમ્મદ મોડ્યુલ બનાવ્યું હતું. અને પાકિસ્તાન હેન્ડલર સાથે સંપર્કમાં હતા.

Gujarat ATS: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ તાજેતરમાં મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા 8 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે.

8 આતંકી અંગે મોટો ખુલાસો થયો છે. આતંકીઓેએ જૈશ-એ-મોહમ્મદ મોડ્યુલ બનાવ્યું હતું. અને પાકિસ્તાન હેન્ડલર સાથે સંપર્કમાં હતા. ભાગઢ-ટોકરિયામાં ATSના રિ-કન્સ્ટ્રક્શનમાં આતંકીના ઘરમાંથી અનેક પુરાવા મળ્યા છે.

ગુજરાત એટીએસએ પકડેલા જૈશ-મોહમ્મદના 8 આતંકવાદી અંગે મોટો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસના એસપી કે.સિદ્ધાર્થે આતંકવાદીઓ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. 8 આતંકી પૈકી અહમદ અને ઈબ્રાહિમે જૈશ-એ-મોહમ્મદ મોડ્યુલ શરૂ કર્યુ હતું. છેલ્લાં 6 મહિનાથી તેઓ પાકિસ્તાન હેન્ડલર સાથે સંપર્કમાં હતા.

આતંકીઓેએ વોટ્સએપમાં કટ્ટરવાદી આતંકી સંગઠનનું ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં 8 અને પાકિસ્તાની હેન્ડલર્સ દરરોજ વોટ્સએપ કોલથી કોન્ટેકમાં રહેતા હતા. સ્લીપર સેલની જેમ આતંકવાદી સંગઠન ઉભું કરવામાં આવ્યું હતું. યુવા વર્ગને વધુ કટ્ટરવાદી બનાવવા માટે ટ્રેનિંગ આપવાની યોજના બનાવી હતી.

બનાસકાંઠાના ભાગઢ અને ટોકરિયા ખાતે આતંકીઓને સાથે રાખી ATSએ રિ-કન્સ્ટ્રક્શન કર્યુ હતું. આતંકીઓના ઘરે સર્ચ દરમ્યાન જૈસ એ મોહમદ ફ્લેગ મળી આવ્યા છે. મસૂદ અહેમદની કટ્ટરવાદ પુસ્તક ,રોકડ રકમ મળી આવી હતી. આતંકીના ઘરે એક મોબાઈલ ફોન મળી આવ્યો જેમાં અનેક પુરાવા મળી આવ્યા આવ્યા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ કાર્યવાહી / અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 98.78 લાખનું સોનું ઝડપાયું

પકડાયેલા આતંકવાદીઓને કોણે ફંડિગ કર્યુ તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે. પકડાયેલા આતંકીઓની સેન્ટ્રલ એજન્સીએ પણ પૂછપરછ શરૂ કરી છે. ટેલીગ્રામ પણ આતંકીઓ જોડાયા હતા. સ્લીપર સેલની જેમ આતંકવાદી સંગઠન ઉભું કરવામા આવ્યું હતું. આતંકીઓને પાકિસ્તાન હેડલર ટાસ્ક આપવાના હતા. અગાઉ પણ પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા પૈસા મોકલ્યા હોવાની આશંકા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat ATS ATS Operation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ