બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / આ દેશનો પાસપોર્ટ દુનિયામાં બન્યો નંબર-1, જાણો રેન્કિંગમાં ભારત કયા ક્રમાંકે

નેશનલ / આ દેશનો પાસપોર્ટ દુનિયામાં બન્યો નંબર-1, જાણો રેન્કિંગમાં ભારત કયા ક્રમાંકે

Ajitsinh Jadeja

Last Updated: 12:08 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Passport Ranking: ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનો ક્રમ નીચે ગયો છે, જેના કારણે ભારતીય પાસપોર્ટ ધારકો હવે ફક્ત 26 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે.

India Passport Ranking: ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનો ક્રમ નીચે ગયો છે, જેના કારણે ભારતીય પાસપોર્ટ ધારકો હવે ફક્ત 26 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. અમેરિકા અને ફ્રાન્સ પણ ટોચના 10 માંથી બહાર થઇ ગયા છે.

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારત 125 માં સ્થાને સરકી ગયું છે. ગયા વર્ષે થોડો સુધારો થયો હોવા છતાં તે ટોચના 100 ની બહાર રહ્યુ છે. 2021 અને 2023 વચ્ચે 127 માં સ્થાનથી વધીને 2025 માં 124 માં સ્થાન મેળવ્યા પછી દેશનો રેન્કિંગ ફરી એકવાર નીચે ગયો છે, અને તે હવે ફક્ત 26 સ્થળોએ વિઝા વગર મુસાફરીની મંજૂરી આપે છે.

ભારતીય પાસપોર્ટ રેકિંગ નામિબિયાથી નીચે અને ફિલિપાઇન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશોની પાછળ છે, જ્યારે તે અઝરબૈજાન અને કિર્ગિસ્તાનથી આગળ છે. ભારતીય પાસપોર્ટ ધારકો ભૂતાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઇન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા દેશોમાં વિઝા વગર અથવા વિઝા-ઓન-અરાઇવલ સાથે મુસાફરી કરી શકે છે.

જોકે તેમને હજુ પણ અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત લગભગ 88 દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડે છે.

ભારતના પડોશી દેશોમાં કયા દેશોનો ક્રમ?

ભારતના પડોશી દેશોમાં ચીન 104મા ક્રમે છે, જે ભારત (125મા) કરતા આગળ છે. જોકે ભારત અન્ય ઘણા દક્ષિણ એશિયાઈ દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. બાંગ્લાદેશ 166મા ક્રમે છે, નેપાળ 164મા ક્રમે છે અને પાકિસ્તાન 188મા ક્રમે છે, જે આ ઇંડેક્સમાં સૌથી નીચા ક્રમોમા છે.

ટોચના 10માં કયા દેશો છે?

દેશ ક્રમ
સ્વીડન ૧
સ્વિટ્ઝર્લૅન્ડ ૨
ફિનલેન્ડ ૩
જર્મની ૪
ડેનમાર્ક ૫
નેધરલેન્ડ ૬
આયર્લેન્ડ ૭
યુનાઇટેડ કિંગડમ ૮
નોર્વે ૯
સિંગાપોર ૧૦

આ પણ વાંચોઃ VIDEO / પાટા પર તો જાણે નદી વહેતી હોય એટલું પાણી, છતાંય વંદે ભારત સડસડાટ નીકળી ગઇ

અમેરિકા પણ ટોચના 10માંથી બહાર

ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ટોચના 10 યાદીમાં મોટાભાગે યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક મુસાફરી ગતિશીલતામાં ખંડની મજબૂત સ્થિતિ દર્શાવે છે.

નોંધનીય છે કે, અમેરિકા અને ફ્રાન્સ બંને 11મા ક્રમે છે, ટોચના 10માં સ્થાન મેળવવાથી થોડા અંતરે ચૂકી ગયા છે, જ્યારે કેનેડા 13મા ક્રમે છે. જેથી દુનિયામાં સૌથી તાકતવર પાસપોર્ટના મામલામાં યૂરોપ સ્પષ્ટ રૂપે સૌથી આગળ જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India India Passport Ranking Passport Ranking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ