ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 03:23 PM, 29 August 2026
1/7
દુકાન કે બિઝનેસમાં મંદી, અડચણ અથવા નુકસાન થઇ રહ્યુ હોય તો તેની પાછળ અનેક કારણ હોઇ શકે છે. જ્યોતિષમાં આ નકારાત્મક ઉર્જા એટલે કે શનિના પ્રભાવથી જોડવામાં આવે છે. વેપારમાં લાભ પૂંજીની સાથે કર્મ, પ્રતિષ્ઠા અને સમયના સંતુલનથી આવે છે. શનિવારના ઉપાય આ સંતુલનને સંભાળવાનું માધ્યમ માનવામાં આવે છે. શ્રદ્ધાથી કરવામાં આવેલા આ નાના કામ અડચણને દૂર કરવાની સાથે કારોબારમાં સ્થિરતા લાવવામાં સહાયક બને છે.
2/7
શનિવારે પીપળાની પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે. પીપળાના કર્મફળ અને શનિ ઉર્જાથી જોડવામાં આવે છે. આ ઉપાય કરવાથી વેપારમાં અડચણ ઘટવા લાગે છે. રોકાયેલા કામ આગળ વધવા લાગે છે. નિર્ણય લેવાની ક્ષમતા અને ધૈર્ય પણ વધવા લાગે છે.
ADVERTISEMENT
3/7
શનિવારના દિવસે એક શમીના પાનને લઇ દુકાન કે કારોબારની તિજોરીમાં રાખો. શમી વૃક્ષને સ્થાયિત્વ, સંક્ષણ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે, આ ઉપાય થી ધન સંચય મજબૂત થાય છે. બિનજરુરી ખર્ચ ઘટવા લાગે છે, જેનાથી તણાવ પણ ઘટવા લાગે છે. વ્યાપારિક સ્થિરતા ધીરે ધીરે વધે છે. પાનને તિજોરીમાં શુદ્ધ ભાવથી રાખવુ જરુરી માનવામાં આવે છે. આ નાનકડી વસ્તુ બચતની દિશા બદલી શકે છે.
4/7
શાસ્ત્રોમાં જરુરીયાતમંદને ભોજન કરાવું શુભ ફળદાયી માનવામાં આવે છે. શનિ, શ્રમ, સેવા અને કર્મ થી જોડાયેલ ગ્રહ છે. શનિવારે સામર્થ્ય અનુસાર, કોઇ શ્રમિક કે જરુરિયાતમંદને ભોજન કરવુ જોઇએ. આ વ્યાપારમાં સહયોગ અને સમર્થન વધારવાની વાત કહેવામાં આવે છે. કર્મચારીઓનો વિશ્વાસ મજબૂત થાય છે. દુકાન કે ઓફિસમાં સેવાના આ ભાવથી વાતાવરણ સકારાત્મક બને છે.
ADVERTISEMENT
5/7
શનિવારે તમારી દુકાનના મુખ્ય મુખ્ય દ્વાર પર કાળા તલ અર્પણ કરો. જ્યોતિષશાસ્ત્રમાં કાળા તલનો સંબંધ શનિ ગ્રહના તત્વ સાથે માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પરિસરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે. શ્રદ્ધાપૂર્વક આ પ્રક્રિયા કરવાથી વ્યવસાયમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે અને કામકાજ સારુ ચાલે છે.
6/7
ઘણીવાર, 'શનિ દોષ'ને કારણે વેપાર-ધંધામાં અવરોધો અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, શનિવારના દિવસે કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવવી જોઈએ. શનિ દોષની નકારાત્મક અસરોને ઘટાડવા માટે આ ઉપાય અત્યંત અસરકારક માનવામાં આવે છે. આમ કરવાથી વેપારમાં આર્થિક નુકસાનનું જોખમ ઘટે છે. ઉપરાંત, વ્યવહારોમાં આવતા અવરોધો દૂર થાય છે અને નફો મેળવવાનો માર્ગ મોકળો થાય છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
8 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / સપ્ટેમ્બરમાં બદલાશે 4 મોટા ગ્રહોની ચાલ! મળશે 5 જાતકોને બમ્પર ધનલાભ
ટોપ સ્ટોરીઝ