ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળની તબાહીની ભયાનક તસવીરો, નારાયણી નદીમાં વહીને ભારત પહોંચ્યા મૃતદેહો

photo-story

9 ફોટો ગેલેરી

તબાહીના નિશાન / નેપાળની તબાહીની ભયાનક તસવીરો, નારાયણી નદીમાં વહીને ભારત પહોંચ્યા મૃતદેહો

Last Updated: 04:12 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નેપાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનના કારણે થયેલી ભારે તબાહીના નિશાન હવે ભારત સુધી પહોંચી રહ્યા છે. નેપાળની નારાયણી નદીના ધસમસતા પ્રવાહમાં વહીને ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ચાર માનવ મૃતદેહો આવી પહોંચ્યા છે.

1/9

photoStories-logo

1. નેપાળની તબાહીની ભયાનક તસવીરો, નારાયણી નદીમાં વહીને ભારત પહોંચ્યા મૃતદેહો

પડોશી દેશ નેપાળમાં કુદરતી આફતથી ભારે વિનાશ સર્જાયો છે. પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જેની ભયાનક અસરો હવે સીમાવર્તી ભારતીય ક્ષેત્રોમાં પણ જોવા મળી રહી છે. નેપાળમાંથી વહેતી નારાયણી (ગંડક) નદીમાં પૂરના પાણી સાથે ઘસી આવેલો કાટમાળ, લાકડાં અને માનવ મૃતદેહો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લા સુધી પહોંચી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મહારાજગંજમાંથી મળી આવ્યા મૃતદેહો

નારાયણી નદીના પાણીમાં તણાતી વસ્તુઓ અને કાટમાળ વચ્ચે રાહત-બચાવ ટુકડીઓને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ તરતી દેખાઈ હતી. નજીક જઈને તપાસ કરતાં ત્યાંથી 4 માનવ મૃતદેહો મળી આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. રેસ્ક્યૂ ટીમો સતત નજર રાખી રહી છે

સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ, મળી આવેલા આ મૃતદેહોમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. નદીના કાંઠે તૈનાત રેસ્ક્યૂ ટીમો સતત નજર રાખી રહી છે અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ દેખાતા તાત્કાલિક બોટ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. નેપાળ પ્રશાસનને કરાઈ જાણ

મહારાજગંજ જિલ્લા પ્રશાસને નદીમાંથી મળેલા તમામ મૃતદેહોને બહાર કાઢી જરૂરી સરકારી પ્રક્રિયા પૂરી કર્યા બાદ મોર્ચરીમાં મોકલી આપ્યા છે. આ સાથે જ મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે તેમના ફોટોગ્રાફ્સ અને વિડીયો વિગતો નેપાળી સત્તાવાળાઓ સાથે શેર કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. ઓળખ પ્રક્રિયાની રાહ

હવે નેપાળ પ્રશાસનની સત્તાવાર પ્રતિક્રિયા અને ઓળખ પ્રક્રિયાની રાહ જોવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. જીવના જોખમે સામાન કાઢતા લોકો

પૂરના પાણી સાથે વહીને આવતા ઘરવખરીના સામાન, ગેસ સિલિન્ડર અને બળતણ માટેના લાકડાં મેળવવા માટે કેટલાક સ્થાનિક લોકો પોતાના જીવનું જોખમ ખેડીને નદીના ઊંડા પાણીમાં ઉતરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. કડક ચેતવણીઓ

રાહત ટીમો દ્વારા તેમને વારંવાર માઈકિંગ કરીને નદી કિનારેથી દૂર રહેવાની કડક ચેતવણીઓ આપવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. નેપાળમાં 158થી વધુ મૃતદેહો મળ્યા

બીજી તરફ, નેપાળના નવલપરાસી પૂર્વ વિસ્તારમાં નારાયણી નદીના જુદા જુદા ભાગોમાંથી શુક્રવાર સાંજ સુધીમાં 158થી વધુ મૃતદેહો અને શરીરના ભાગો મળી આવ્યા છે. જેમાંથી 109 આખા મૃતદેહો છે, જ્યારે 49 કિસ્સામાં શરીરના છૂટાછવાયા ભાગો મળ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. વિપદામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા

મળી આવેલા મૃતદેહોમાં પુરુષો, મહિલાઓ અને બાળકો સામેલ છે. હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડતાં મૃતદેહોની શનાખત કરવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. નેપાળની આ વિપદામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેનાથી સમગ્ર સરહદી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NepalTragedy NarayaniRiver NepalFloods
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ