ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વિશ્વ / નેપાળની તબાહી પહેલાં હિમાલયમાં આ ગ્લેશિયર તૂટ્યો હતો, ડ્રોન કેમેરામાં કેદ થયો Video
Last Updated: 04:28 PM, 29 August 2026
ADVERTISEMENT
હિમાલયની ઊંચાઈ પર એક મોટા ગ્લેશિયરનો વિશાળ હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટના ડ્રોન કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. આ વીડિયો હવે બુધવારે નેપાળ અને તિબેટમાં આવેલી વિનાશક પૂરની મુખ્ય કારણભૂત ઘટનાનો મહત્વનો પુરાવો બની રહ્યો છે. આ વીડિયોમાં સમુદ્ર સપાટીથી લગભગ 7,200 મીટર ઊંચા લાંગટાંગ લિરુંગ શિખરની આસપાસ જમીન ખસતી અને બરફથી ઢંકાયેલા પહાડોમાંથી ધૂળના મોટા વાદળો ઉડતા જોવા મળે છે. જેમાં એક્સપર્ટનું માનવું છે કે આ જ ગ્લેશિયરના તૂટવાથી પૂરની શરૂઆત થઈ હતી.
ADVERTISEMENT
Someone captured the moments just after a huge section of the glacier crack off
— Richard Burton (@Ricburton) August 28, 2026
You can see it ripping down into the valley pic.twitter.com/TIYDkMlj01
આ વીડિયોમાં દેખાતી જગ્યા અને પૂરના પાણીનો પ્રવાહ એક જ દિશામાં છે. આ પાણી પછી ત્રિશૂલી નદીની પ્રણાલીમાં ઝડપથી નીચે તરફ વહી ગયું હતું. જે એક ચીની ફોટોગ્રાફરના ડ્રોન કેમેરાએ આખસ્મિક રીતે ગ્લેશિયર તૂટ્યા પછીની શરૂઆતી સ્થિતિ રેકોર્ડ કરી લીધી હતી.
ADVERTISEMENT
આ ફૂટેજ વૈજ્ઞાનિકોને મહત્વનો વિઝ્યુઅલ પુરાવો આપે છે. તેઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે પડતા બરફ અને પથ્થરોએ થોડા સમય માટે નદીનો રસ્તો અવરોધ્યો હશે અને પછી તે અવરોધ તૂટતાં જીવલેણ પૂરનું રૂપ ધારણ કર્યું હશે.
સેટેલાઇટ તસવીરો અને બીજા ડેટાના આધારે વૈજ્ઞાનિકો કહે છે કે, બરફ અને ખડકોનો મોટો હિસ્સો લ્હેન્ડે નદીમાં પડ્યો અને કુદરતી બંધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે આ બંધ તૂટ્યો ત્યારે પાણી અને કચરો ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં ઝડપથી વહી ગયો અને પૂરનું કારણ બન્યો.
ADVERTISEMENT
જેમાં ચાઈનિઝ વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું છે કે, ચીન અને નેપાળના એક્સપર્ટના પ્રારંભિક અંદાજ મુજબ આ વિનાશ નેપાળની ઊંચાઈએ ગ્લેશિયર તૂટવાથી જ થઈ હોય તેવું લાગે છે. નેપાળની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ બરફ અને ખડકોના હિમસ્ખલનને મુખ્ય કારણ ગણાવ્યું છે. અમેરિકાની યુએસ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપીય ડેટા અને સેટેલાઇટ તસવીરોના આધારે 5.2 તીવ્રતાના ગ્લેશિયર કોલેપ્સની નોંધ લીધી છે.
આ પૂરે નેપાળ-ચીન સરહદની બંને બાજુના વિસ્તારો અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેમાં કાઠમંડુને તિબેટના લ્હાસા સાથે જોડતા માર્ગ પરની સડકો, પુલો અને વીજળીના બંધારણને નુકસાન થયું છે. આ કોરિડોરનો ઉપયોગ ટ્રેકર્સ અને યાત્રીઓ પણ કરતા હતા.
ADVERTISEMENT
આ સિવાય હવે નવો ખતરો પણ ઊભો થયો છે. જેમાં નદીના ઉપરના ભાગમાં કચરો જમા થતાં એક નવી જળાશય બની ગયું છે, જેમાં લાખો ક્યુબિક મીટર પાણી ભરાઈ ગયું છે. ભોટેકોશી નદીમાં આ પાણીનું પ્રમાણ 2.5 મિલિયન ક્યુબિક મીટરથી વધુ થઈ ગયું છે જેનાથી બચાવ કાર્યવાહી વધુ મુશ્કેલ બની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો