ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી, કરશે વન ટૂ વન બેઠક, જાણો કેમ

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી, કરશે વન ટૂ વન બેઠક, જાણો કેમ

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 10:44 AM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 31 ઓગસ્ટે દિલ્હી જશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ વન-ટુ-વન બેઠક કરશે અને કર્ટેન રેઝર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ADVERTISEMENT

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર દિલ્હી પ્રવાસે જવાના છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને દિલ્હીમાં મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની છે. આગામી સમિટની તૈયારીઓ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી વિવિધ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 31 ઓગસ્ટના રોજ દિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઝર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં રોકાણની તકો, રાજ્યની ઔદ્યોગિક નીતિઓ અને આગામી વાયબ્રન્ટ સમિટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ દિલ્હીમાં ઉપસ્થિત રહેશે. અધિકારીઓ દ્વારા પણ રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતને વૈશ્વિક રોકાણના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટેનું મોટું પ્લેટફોર્મ છે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકો દરમિયાન ગુજરાતમાં નવા રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ લો બોલો, રક્ષાબંધનના દિવસે જ ભાઈએ કર્યું બહેનનું અપહરણ, મામલો પ્રેમલગ્નનો

મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટેના રોડમેપને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Bhupendra Patel Delhi Visit Gujarat CM

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ