ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરના બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં દોઢ વર્ષે FIR, 11 વ્યાજખોરો સામે નામજોગ ફરિયાદ
Last Updated: 05:45 PM, 28 August 2026
ADVERTISEMENT
જામનગરના ચર્ચિત બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. બિલ્ડરે આપઘાત કર્યાના આશરે દોઢ વર્ષ બાદ જામનગરના 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ભીખુભા વાઢેર, લક્ષ્મણ દોમડીયા સહિતના 11 શખ્સોના નામ સામે આવ્યા છે.
ADVERTISEMENT
જાન્યુઆરી 2025માં બિલ્ડર મેરામણ પરમારે આપઘાત કર્યો
મળતી માહિતી મુજબ, જાન્યુઆરી 2025માં બિલ્ડર મેરામણ પરમારે આપઘાત કર્યો હતો. ઘટનાના આશરે 10 દિવસ બાદ તેમના નિવાસસ્થાનેથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યૂસાઈડ નોટમાં નાણાકીય વ્યવહારો અને વ્યાજની વસૂલાત અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
મેરામણ પરમારે વ્યાજે નાણાં લીધા હતા
આક્ષેપ મુજબ, મેરામણ પરમારે વ્યાજે નાણાં લીધા હતા અને તેની સામે કરોડો રૂપિયાની રકમ ચૂકવી હોવાનું જણાવાયું હતું. તેમ છતાં વધુ પડતા વ્યાજની વસૂલાત કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ
મૃતકના પરિવારજનોના આક્ષેપ પ્રમાણે કરોડો રૂપિયાના વ્યાજની વસૂલાત માટે તેમની મિલકત પડાવી લેવાના પ્રયાસો અને દબાણને કારણે મેરામણ પરમાર માનસિક રીતે પરેશાન હતા. અંતે તેમણે આ પરિસ્થિતિથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્યૂસાઈડ નોટ સામે આવ્યા બાદ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી હતી. હવે લાંબા સમય બાદ 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જ્ઞાનના સાગરથી 3000 બહેનોના બાઈ બન્યા શિક્ષક નરેશ મહેતા, 321 બહેનોએ એકસાથે બાંધી રાખડી
પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો, મિલકત સંબંધિત દસ્તાવેજો, સ્યૂસાઈડ નોટ તથા અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.