ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જાફરાબાદના ખંઢેરા હનુમાન મંદિરના પૂજારી સંપર્ક વિહોણા, જવાના હતા નેપાળ
Last Updated: 03:01 PM, 28 August 2026
ADVERTISEMENT
અમરેલી: જાફરાબાદ તાલુકાના ખંઢેરા ગામે આવેલા હનુમાન મંદિરના પૂજારી ગોમતીબાપુ છેલ્લા કેટલાક દિવસોથી સંપર્ક વિહોણા બનતા ચિંતા વ્યાપી છે. મળતી માહિતી મુજબ, ગોમતીબાપુ 10 તારીખથી પરિવારજનો અને પરિચિતોના સંપર્કમાં નથી.
ADVERTISEMENT
ગોમતીબાપુ અમદાવાદથી ટ્રેન મારફતે અયોધ્યા ગયા
માહિતી અનુસાર, ગોમતીબાપુ અમદાવાદથી ટ્રેન મારફતે અયોધ્યા ગયા હતા. ત્યારબાદ તેમણે નેપાળ જવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે. અયોધ્યા પહોંચ્યા બાદ તેઓ નેપાળ દર્શન માટે જવાના હતા.
ADVERTISEMENT
નેપાળ દર્શન માટે ગયા હોવાની માહિતી પણ સામે આવી
ADVERTISEMENT
આ દરમિયાન સુલતાનપુર આશ્રમમાંથી સાધુ-સંતો સાથે ગોમતીબાપુ નેપાળ દર્શન માટે ગયા હોવાની માહિતી પણ સામે આવી હોવાનું જાણવા મળે છે. જોકે, હાલ તેમની ચોક્કસ સ્થિતિ અને તેઓ ક્યાં છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચોઃ સુસાઇડ નોટથી ખુલ્યું રહસ્ય! નિધિના આપઘાત કેસમાં પતિ સૌરભ અને પ્રેમિકા ઈશિકાની ધરપકડ
ADVERTISEMENT
પરિવારજનો અને પરિચિતોમાં ચિંતા
10 તારીખથી કોઈ સંપર્ક ન થતાં પરિવારજનો અને પરિચિતોમાં ચિંતા જોવા મળી રહી છે. ગોમતીબાપુ અંગે વધુ માહિતી મેળવવા અને તેમના સંપર્ક વિહોણા થવાના કારણો અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો