ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:52 PM, 28 August 2026
ADVERTISEMENT
તહેવારોની સિઝન દરમિયાન ઓનલાઇન ખરીદી વધુ મોંઘી બની શકે છે. લોજિસ્ટિક્સ સેક્ટરની દિગ્ગજ કંપની 'ડેલ્હીવરી' (Delhivery) એ 'ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર' (D2C) બ્રાન્ડ્સ માટે શિપિંગ ચાર્જમાં વધારો કર્યો છે. ડિલિવરી ખર્ચમાં થયેલો આ વધારો ઓનલાઇન વેચાતી વસ્તુઓની કિંમતો પર સીધી અસર કરી શકે છે. ગ્રાહકોને મોકલેલા એક ઈમેલમાં કંપનીએ જાહેરાત કરી છે કે 1લી સપ્ટેમ્બરથી દરેક એક્સપ્રેસ શિપમેન્ટ માટે વધારાના 4 રુપિયાઅને દરેક 'સરફેસ શિપમેન્ટ' માટે 2 રુપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર બ્રાન્ડ્સ એવી કંપનીઓ છે જે જથ્થાબંધ વિક્રેતાઓ, વિતરકો કે છૂટક વિક્રેતાઓની મધ્યસ્થતા વિના તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચે છે.
ADVERTISEMENT
Mamaearth, boAt અને Wakefit જેવી કંપનીઓ D2C બ્રાન્ડ્સ છે, જે ઓછા માર્જિન પર કામ કરે છે. 500 ગ્રામના પાર્સલ માટે ડિલિવરી ખર્ચમાં 5 થી 10 ટકાનો વધારો થવાનો અંદાજ છે. ડિલિવરી ખર્ચમાં થયેલા આ વધારાને કારણે, આ કંપનીઓ ખર્ચનો બોજ પોતે સહન કરવાને બદલે ઉત્પાદનોના છૂટક ભાવ વધારીને ગ્રાહકો પર તે બોજ નાખી શકે છે. ગ્રાહકોને મોકલેલા એક ઈમેલમાં Delhiveryએ જણાવ્યું હતું કે, વિમાનના ઈંધણના વધતા ભાવ, ગ્રાઉન્ડ સ્ટાફનો ખર્ચ અને લોજિસ્ટિક્સ નેટવર્ક પર મોંઘવારીના દબાણને કારણે ચાર્જમાં વધારો કરવો જરુરી બન્યો હતો.
સમયથી પહેલા વધાર્યા ચાર્જ
ADVERTISEMENT
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, Delhivery તરફથી લાગુ કરવામાં આવતો આ નવો સરચાર્જ અગાઉથી નક્કી કરાયેલા ડિલિવરી ચાર્જમાં ઉમેરવામાં આવશે, જે વજન અને અંતર પર આધારિત હોય છે. આ ભાવવધારાને કારણે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) બ્રાન્ડ્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે કંપનીઓ દિવાળીની નજીક એટલે કે ઓક્ટોબર મહિનાના ભાવમાં વધારો કરતી હોય છે, પરંતુ આ વખતે આ નિર્ણય વહેલો જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સોનું થશે સસ્તું? સરકાર લેવા જઇ રહી છે મોટો નિર્ણય, જાણો શું?
ADVERTISEMENT
અમેઝોન અને ફ્લિપકાર્ટ પણ વધારી ચૂકી છે ફી
Delhivery અગાઉ Amazon અને Flipkartએ પણ તેમના ભાવમાં વધારો કર્યો હતો. Amazonએ ઓર્ડરના મૂલ્યના 2% થી વધારીને 10% કેન્સલેશન ચાર્જ કર્યો અને ક્લોઝિંગ ફીમાં 1 થી 3 રુપિયાનો વધારો કર્યો. Flipkartએ ડિસ્પેચમાં વિલંબ અને ઓર્ડર રદ કરવા બદલ 30 થી 90 રુપિયા સુધીનો દંડ લગાવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો