ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાનું એક એવું ગામ, જ્યાં રક્ષાબંધનના દિવસને મનાય છે 'અશુભ', જાણો કેમ?

અનોખી પરંપરા / બનાસકાંઠાનું એક એવું ગામ, જ્યાં રક્ષાબંધનના દિવસને મનાય છે 'અશુભ', જાણો કેમ?

Published By: Vishal Khamar
Reported By: Mogji Chaudhry

Last Updated: 09:41 AM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ચડોતર ગામમાં 200 વર્ષથી રક્ષાબંધનના એક દિવસ અગાઉ બહેનો ભાઈને રાખડી બાંધે છે. જૂની લોકવાયકા સાથે જોડાયેલી આ અનોખી પરંપરા આજે પણ યથાવત છે.

ADVERTISEMENT

સમગ્ર ભારતમાં આજે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈને બહેન રાખડી બાંધીને ઉજવે છે રક્ષાબંધન .ત્યારે છેલ્લા 200 વર્ષથી આ પરંપરા ગામમાં જોવા મળી રહી છે

પાલનપુરથી આઠ કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એકદિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે..છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે.

ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને માનવ જાનમાલનું નુકશાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારી એ ચડોતર ગામ ના ચામુંડા માતાજી ના મંદિરે પ્રાર્થના કરવાનું કહ્યું અને સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું.ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.

લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા. જેના કારણે ગામ ના લોકો ગભરાઈ ગયા હતા. જે બાદ ગામના ચામુંડા મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી. જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરીને આખા ગામમાં છંટકાવ કર્યો.

આ પણ વાંચોઃ રક્ષાબંધને રાખડી બાંધવા ઘરેથી નીકળતા પહેલા એલર્ટ, આવી શકે છે વરસાદ!

જેના કારણે થોડી જ વારમાં બધુજ શાંત થઈ ગયું. ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધન ના દિવસે આપડા ગામ માં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાં ની એક પણ બહેન રક્ષા બંધન ના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chadotar Village Rakhi Raksha Bandhan

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ