ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લો બોલો, અમદાવાદમાં પોલીસ ચોકીની સામે જ આરોપીઓએ આપ્યો હત્યાને અંજામ

ક્રાઈમ / લો બોલો, અમદાવાદમાં પોલીસ ચોકીની સામે જ આરોપીઓએ આપ્યો હત્યાને અંજામ

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 09:45 AM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણનગર વિસ્તારમાં ઠક્કરનગર પોલીસ ચોકી સામે દિલીપ ઉર્ફે બકરો સોનકરની હત્યા થતાં ચકચાર. પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

ADVERTISEMENT

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. ઠક્કરનગર પોલીસ ચોકીની સામે જ દિલીપ ઉર્ફે બકરો સોનકર નામના વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, આ હત્યાના બનાવમાં ભરત ચુનારા અને રોહિત ચુનારા નામના બે આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ કેસમાં રોહિત ચુનારા નામના એક આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય આરોપી ભરત ચુનારા અગાઉ પેરોલ પર બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આરોપીઓએ કયા સંજોગોમાં દિલીપ ઉર્ફે બકરો સોનકર પર હુમલો કર્યો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ''ગમે તેટલી સમસ્યાનું નિવારણ કરીએ પણ વરસાદ કોઈ ન રોકી શકે...'', લોક દરબારમાં અમિત શાહનું નિવેદન

હાલ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના કારણ સહિત અન્ય વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Krishnanagar murder case Thakkarnagar murder Ahmedabad crime news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ