ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:28 PM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળની ઉત્તરી સરહદ અને તિબ્બતમાં તાજેતરમાં જ ગ્લેશિયર તૂટવાથી અને પૂર આવવાથી મચેલી તબાહી વચ્ચે હવે વધુ એક વિનાશકારી પ્રાકૃતિક આપદાનો ભય તોળાઈ રહ્યો છે. ચીનના સત્તાવાળાઓએ સત્તાવાર ચેતવણી જારી કરી છે કે હિમાલયી સરહદના ઉપરના ક્ષેત્રમાં બનેલું એક કુદરતી બેરિયર લેક (Barrier Lake) આગામી 72 કલાકની અંદર ફાટી શકે છે. આ તળાવ ચોચેન ખોલા (Chhochen Khola) અને પુરેપુ ત્સાંગપો (Purepu Tsangpo) નદીઓના સંગમ સ્થળ પર આવેલું છે, જેના પર ચીનનું જળ સંસાધન મંત્રાલય સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
ADVERTISEMENT
ચીનના સરકારી બ્રોડકાસ્ટર CCTV ના અહેવાલ મુજબ, ગુરુવાર સુધીમાં આ બેરિયર લેકમાં અંદાજે 20 લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ચૂક્યું છે અને તે અત્યારથી જ ઓવરફ્લો થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં આ તળાવમાં વધુ 30 લાખ ક્યુબિક મીટર પાણી ઉમેરાવાની શક્યતા છે. જો આ કુદરતી બાંધ તૂટશે તો નેપાળ અને તિબ્બતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર ભયાનક પૂર આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ નવા સંકટ પહેલા જ બુધવારે સવારે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં અત્યાર સુધીમાં 332 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે સેંકડો લોકો હજુ પણ લાપતા છે.
તિબ્બત ક્ષેત્ર: અંદાજે 558 લોકો લાપતા હોવાના અહેવાલ છે.
ADVERTISEMENT
નેપાળ સરહદ: લગભગ 100 જેટલા ચીની નાગરિકો પણ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે.
જિઇરોંગ (Gyirong): લ્હેંદે નદીમાં ખડકો અને માટી ધસી પડવાથી 3 લોકોના મોત થયા છે અને રસ્તાઓ તથા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચીને સંભવિત વિનાશને રોકવા અને નાગરિકોને બચાવવા માટે તિબ્બતી ક્ષેત્રના સંવેદનશીલ ગામડાઓને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દીધા છે. બેઇજિંગ અને ચેંગદૂથી વિશેષ ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ટીમોને સેનાની મદદે મોકલવામાં આવી છે. જિઇરોંગ શહેરના મુખ્ય વિસ્તારોમાં વીજળી અને સંદેશાવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ પોર્ટ સાથે જોડાયેલા સરહદી વિસ્તારો હજુ પણ સંપર્કવિહોણા છે.
વૈજ્ઞાનિકોના મતે, ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયનું બરફ તંત્ર ઝડપથી અસ્થિર થઈ રહ્યું છે. ઓગસ્ટ 2025માં પણ આ જ ક્ષેત્રમાં તાપમાન વધવાને કારણે ગ્લેશિયર લેક ઓવરફ્લો થતાં મોટું નુકસાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો