ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળના રસુવામાં વિનાશક પૂર બાદ પણ ખતરો યથાવત્, અવરોધ તૂટે તો ભોટે કોશી-ત્રિશૂલીમાં ફરી આવી શકે પૂર

National / નેપાળના રસુવામાં વિનાશક પૂર બાદ પણ ખતરો યથાવત્, અવરોધ તૂટે તો ભોટે કોશી-ત્રિશૂલીમાં ફરી આવી શકે પૂર

Published By: Nidhi Panchal

Last Updated: 03:13 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળના રસુવા જિલ્લામાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂર બાદ પણ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. ઉપરવાસમાં બરફ, ચટ્ટાનો અને કાટમાળથી બનેલો અવરોધ હજુ યથાવત્ હોવાની આશંકા છે. જો આ અવરોધ પાછળ જમા થયેલું પાણી અચાનક બહાર નીકળશે તો ભોટે કોશી અને ત્રિશૂલી નદીમાં ફરી શક્તિશાળી પૂરની લહેર આવી શકે છે.

ADVERTISEMENT

નેપાળના રસુવા જિલ્લામાં ૨૬ ઓગસ્ટે અચાનક આવેલા વિનાશક પૂર બાદ ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે નેપાળ-ચીન સરહદ નજીક નદીના ઉપરવાસમાં બરફ, ચટ્ટાનો અને કાટમાળના કારણે સર્જાયેલો અવરોધ હજુ પણ યથાવત્ હોઈ શકે છે. જો આ અવરોધ પાછળ જમા થયેલું પાણી અચાનક બહાર નીકળશે તો ભોટે કોશી અને ત્રિશૂલી નદીમાં ફરી એક શક્તિશાળી પૂરની લહેર આવી શકે છે.

nepal-9

આ ચેતવણી કાઠમંડુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઈસીઆઈએમઓડી) દ્વારા આપવામાં આવી છે. આઈસીઆઈએમઓડી હિંદુકુશ-હિમાલય ક્ષેત્રના અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, ચીન, ભારત, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાન એમ આઠ દેશો માટે કાર્ય કરતી આંતર-સરકારી સંસ્થા છે.

નેપાળ-ચીનની ભાગીદાર સંસ્થાઓના વૈજ્ઞાનિકો હાલ પૂરનું ચોક્કસ કારણ

આઈસીઆઈએમઓડી અને નેપાળ-ચીનની ભાગીદાર સંસ્થાઓના વૈજ્ઞાનિકો હાલ પૂરનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ઊંચાઈવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં બરફ અને ચટ્ટાનોનું હિમસ્ખલન થયું હશે અને તેનો કાટમાળ ભોટે કોશી નદીની સહાયક લ્હેન્દે ખોલામાં પડતાં નદીનો પ્રવાહ અચાનક અવરોધાયો હોઈ શકે છે. આ અવરોધ પાછળ મોટી માત્રામાં પાણી જમા થયા બાદ કુદરતી બંધ તૂટી પડ્યો હોય અને પાણી, કાટમાળ તથા મોટા પથ્થરોની શક્તિશાળી લહેર નીચે તરફ ધસી આવી હોય તેવી શક્યતા પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉપરવાસનો અવરોધ હજુ ચિંતાનું કારણ

આઈસીઆઈએમઓડીના ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટલ રિસ્ક વિભાગના વડા કિયાંગગોંગ ઝાંગના જણાવ્યા મુજબ લ્હેન્દે ખોલામાં બરફના હિમસ્ખલનને હાલ સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું ચોક્કસ કારણ હજુ નક્કી થયું નથી. સૌથી મોટી ચિંતા એ છે કે નેપાળ-ચીન સરહદના ઉપરવાસ વિસ્તારમાં અવરોધ હજુ હાજર હોવાનું માનવામાં આવે છે. આ કારણે બીજી વખત અચાનક પાણી છોડાવાનો ખતરો સર્જાયો છે. આઈસીઆઈએમઓડી અનુસાર સરહદની ચીની બાજુ આવેલા જિલોંગ પોર્ટ વિસ્તારમાં પણ સ્થળાંતર સંબંધિત ચેતવણી આપવામાં આવી છે.

માત્ર ૩૦ મિનિટમાં નદીનું સ્તર નવ મીટર વધ્યું

૨૬ ઓગસ્ટે સવારે સ્થાનિક સમય પ્રમાણે લગભગ નવ વાગ્યે ભોટે કોશી નદીના જળસ્તરમાં અત્યંત ઝડપથી વધારો નોંધાયો હતો. પૂરની લહેર ભોટે કોશીમાંથી આગળ વધીને ત્રિશૂલી નદીમાં પ્રવેશી હતી. આઈસીઆઈએમઓડીના હાઇડ્રોલોજિકલ અવલોકન મુજબ ગલ્છીમાં ત્રિશૂલી નદીનું જળસ્તર માત્ર ૩૦ મિનિટમાં લગભગ નવ મીટર, જ્યારે મલેખુમાં લગભગ સાત મીટર વધી ગયું હતું. પાણીમાં થયેલો આ અસામાન્ય વધારો ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણી અને કાટમાળ એકસાથે નીચે ધસી આવ્યાનો સંકેત આપે છે.

આ પણ વાંચો : મહિલા સહકારી મંડળીઓને પાંચ વર્ષમાં NCDCની માત્ર રૂ. 1.01 કરોડની સહાય, અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્ય ઘણું પાછળ

નુવાકોટ અને ધાડિંગ સુધી સતર્કતા

પૂરની લહેર ભોટે કોશીમાંથી ત્રિશૂલી નદી તરફ આગળ વધતાં રસુવા ઉપરાંત નુવાકોટ અને ધાડિંગ જિલ્લાના નદીકાંઠાના વિસ્તારો માટે પણ ચિંતા વધી છે. સ્થાનિક તંત્રએ નદી કિનારે રહેતા લોકો, કામદારો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા કર્મચારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. આ વિસ્તારમાં આવી ઘટના નવી નથી. જુલાઈ-૨૦૨૫માં પણ રસુવાગઢી વિસ્તારની લ્હેન્દે નદીમાં અચાનક પૂર આવ્યું હતું, જેમાં નેપાળ-ચીનને જોડતા પુલ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નુકસાન પામ્યું હતું. તેથી સતત બીજા વર્ષે એક જ વિસ્તારમાં સર્જાયેલી આ પ્રકારની ઘટનાએ હિમાલયના વિસ્તારમાં વધતા જોખમ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood Bhote Koshi River Rasuwa Flood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ