ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નેપાળમાં ભયાનક પૂરથી તબાહી, 157નાં મો*ત; 750થી વધુ લોકો લાપતા

જળપ્રલય / નેપાળમાં ભયાનક પૂરથી તબાહી, 157નાં મો*ત; 750થી વધુ લોકો લાપતા

Published By: Priykant Shrimali

Last Updated: 06:23 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Flood : પૂરના પાણી અને તેજ પ્રવાહને કારણે નેપાળના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું, અત્યાર સુધીમાં 157 લોકોનાં મો*ત

ADVERTISEMENT

Nepal Flood : નેપાળમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડને કારણે ભારે નુકસાન થયું છે. સરકારી આંકડા મુજબ, અત્યાર સુધીમાં 157 લોકોનાં મો*ત થયા છે, જ્યારે 750થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 139 ભારતીય નાગરિકો પણ લાપતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

પૂરના પાણી અને તેજ પ્રવાહને કારણે નેપાળના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. 35 પુલ અને 45 સસ્પેન્શન બ્રિજને નુકસાન થતાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. સાથે જ 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે અને અનેક વાહનો પૂરના પાણીમાં તણાઈ ગયા છે. નેપાળ સેનાએ બચાવ કામગીરી દરમિયાન 250થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

ભારતના ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ એલર્ટ

નેપાળમાં આવેલા પૂરની અસરને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. ગંડક, નારાયણી અને કોસી નદીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. મહારાજગંજ અને કુશીનગર સહિત ઉત્તર પ્રદેશના સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ બિહારના કેટલાક જિલ્લાઓમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય સહિત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બિહારના છ જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ભૂસ્ખલન બાદ આવ્યો વિનાશક પૂરનો પ્રવાહ

અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા એક મોટા ભૂસ્ખલન બાદ આ કુદરતી આપત્તિ સર્જાઈ હોવાની શક્યતા છે. ભૂસ્ખલનને કારણે 5.2ની તીવ્રતાના ભૂકંપ જેટલા સિસ્મિક સિગ્નલ નોંધાયા હતા. આશંકા છે કે ગ્લેશિયરનો એક ભાગ તૂટી પડતાં બરફ, પથ્થરો, કાદવ અને પાણીનો મોટો જથ્થો લ્હેન્દે ખોલા નામની નદીમાં ધસી આવ્યો હતો અને ત્યારબાદ ભોટેકોશી નદીમાં ભારે પૂર આવ્યું.

પૂરમાં પરિવાર ગુમાવ્યાની દર્દનાક કહાની

આ વિનાશક પૂર વચ્ચે બચી ગયેલા એક વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, તેઓ અને તેમની પત્ની જીવ બચાવવા માટે મકાનની છત પર ગયા હતા, પરંતુ તેમની પત્ની કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. ત્યારબાદ લગભગ ચારથી પાંચ કલાક બાદ હેલિકોપ્ટર મારફતે તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : નેપાળમાં વિનાશક પૂર બાદ ભારત એક્શનમાં! IAFનું રાહત સામગ્રી સાથે વિમાન રવાના, NDRFની ટીમો સ્ટેન્ડબાય પર

ભારતે રાહત અને તબીબી મદદ મોકલી

નેપાળમાં સર્જાયેલી આ મુશ્કેલ સ્થિતિ વચ્ચે ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતની HADR એટલે કે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સાથે તબીબી મદદ કાઠમંડુ પહોંચી ગઈ છે. વધુ રાહત અને બચાવ સહાય પહોંચાડવા માટે પણ પ્રયાસો ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે વાત કરીને આ મુશ્કેલ ઘડીમાં ભારત તરફથી શક્ય તમામ મદદનો વિશ્વાસ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારતના લોકો આ સંકટના સમયમાં નેપાળના લોકો સાથે મજબૂતીથી ઊભા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood Nepal Flash Flood Bhotekoshi River Flood

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ